લોકશાહી પર્વમાં મત આપવો આપણો અધિકાર છે એટલે મતદાન અવશ્ય કરવું
મત આપવામાં ભય લાગતો હોય તો પોલીસનો સંપર્ક કરવો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ લોકશાહીનું પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે અને મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ અવશય કરે તેવી અપીલ ચૂંટણી તંત્ર તેમજ સામાજીક સંસ્થા સાથે વડીલો, યુવા સહીત તમામ નાગરીકો મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે.ત્યારે આ લોકશાહી પર્વે જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા લોકશાહીના મહાપર્વમાં લોકસભા સામાન્ય ચૂંટણી આગામી તા.7મેના રોજ મતદાન યોજવાનું છે ત્યારે ભય વગર નિર્ભય બનીને મતદાન કરવા મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ પોલીસ મુક્ત, ન્યાયિક અને નિર્ભય રીતે લોકસભા ચૂંટણી યોજાય તેના માટે જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્ર કટિબદ્ધ છે. ત્યારે પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા અને સમગ્ર પોલીસ ટિમ ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં શાંતિ અને ન્યાયિક ચૂંટણી યોજાય તેના ભાગરૂપે અસામાજિક તત્વો સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે જેમાં દોઢ મહિનામાં 23 હજારથી વધુ શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.વધુમાં એસપી હર્ષદ મેહતાએ જણાવ્યું હતું કે, મત આપવાનો અધિકાર દરેક નાગરિકને છે ત્યારે ભય વગર મતદાન કરો અને ભય લાગતો હોઈ તો તુરંત પોલીસનો સંપર્ક કરવા દરેક નાગરિકને અપીલ કરવામાં આવી છે.
અને પોલીસ તંત્ર ચૂંટણી અન્વયે સતત ખડેપગે છે.ત્યારે લોકશાહીના મહાપર્વે દરેક મતદાર વ્યક્તિ નિર્ભય બનીને મતદાન અવશ્ય કરે તેવી પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. એસપી હર્ષદ મેહતા વધુ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લના કોઈપણ આપના વિસ્તરામાં મત આપવાના અધિકરમાં કોઈપણ વ્યક્તિ બાધારૂપ અથવા અડચણ રૂપ બનતા હોઈ અથવા ભય લાગતો હોઈ તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને તુરંત જાણ કરવી અને આ લોકશાહીના મહાપર્વમાં દરેક નાગરીકને પોતાના મતઅધિકારનો ઉપયોગ કરી શકે છે.ત્યારે જિલ્લાના તમામ મતદારો ભય વગર નિર્ભય બનીને વધુમાં વધુ મતદાન કરે તેવી જિલ્લા પોલીસ વડા દ્વારા અપીલ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીનું જાહેરનામું બહાર પડયું ત્યારથી જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા આદર્શ આચાર સહિંતાની અમલાવરી કરવામાં આવી રહી છે.અને સમગ્ર જિલ્લામાં ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તેના માટે જિલ્લાના સંવેદનસીલ મતદાન મથકોની એસપી દ્વારા વિઝીટ કરી સમીક્ષા કરવામાં આવી રહી છે તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર લગામ લાગે તેની સાથે દારૂની બદીને ડામી દેવા તેમજ ગેરકાયદેસર હથિયારો સહીતની પ્રવૃત્તિ પર અંકુશ લગાવા ખાસ ઝુંબેશ ચલાવી અત્યાર સુધી 23 હજારથી વધુ ઈસમો સામે અટકાયતી પગલાં ભરીને કાર્યવાહી કરવામાં આવી છે.