દક્ષિણ-પશ્ચિમ ચોમાસું શુક્રવારે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્ર તરફ આગળ વધ્યું
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું શુક્રવારે અંદામાન-નિકોબાર દ્રીપ સમૂહનાં નાનકોવરી ટાપુ પર પ્રવેશ્યું છે. અહીં પવન સાથે વરસાદ પાડવાનું શરૂ થઈ ચૂક્યું છે. સામાન્ય રીતે પોર્ટ બ્લેરમાં 21 મે એ ચોમાસું બેસતું હોય છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, હવામાન કચેરીએ જણાવ્યું હતું કે. કેરળમાં ચોમાસાની શરૂઆત મુખ્ય ભૂમિમાં તેના પ્રવેશને ચિહ્નિત કરીને 1 જૂનની સામાન્ય તારીખની તુલનામાં થોડો વિલંબ થશે.
- Advertisement -
દક્ષિણ પશ્ચિમ ચોમાસું શુક્રવારે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્ર તરફ આગળ વધ્યું છે, જે દેશના કૃષિ અર્થતંત્ર માટે નિર્ણાયક ચાર મહિનાની વરસાદી મોસમ માટે સ્ટેજ સેટ કરે છે. આગામી 3-4 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.
🌧️ South West Monsoon likely to advance into South Bay of Bengal & Andaman Sea to Nicobar Islands in next 48 hrs.:- IMD, Kerela#Monsoon pic.twitter.com/dAFMJ1jNsV
— AIR News, Port Blair, A&N Islands 🇮🇳 (@airnews_pb) May 18, 2023
- Advertisement -
શું કહ્યું હવામાન વિભાગે ?
મંગળવારે હવામાન કચેરીએ જણાવ્યું હતું કે, કેરળમાં ચોમાસું 4 જૂને શરૂ થવાની સંભાવના છે. નોંધનીય છે કે, ચોમાસું ગયા વર્ષે 29 મે, 2021, 3 જૂન, 2020, 1 જૂન, 2019, 8 જૂન અને 29 મે 2018ના રોજ કેરળમાં પહોંચ્યું હતું. ભારતના $3.5 ટ્રિલિયન અર્થતંત્રમાં કૃષિનો હિસ્સો લગભગ 15 ટકા છે અને સારા ચોમાસાથી તેને મદદ મળે છે. સિંચાઈ ક્ષેત્રો સિવાય જલભર અને જળાશયોનું રિચાર્જિંગ પણ થાય છે.
આ તરફ અલ નીનો વેધર પેટર્નના ઉદભવે 2023માં ચોમાસાના વરસાદ અંગે ચિંતા વધારી છે. અલ નીનો જે દક્ષિણ અમેરિકા નજીક પેસિફિક મહાસાગરમાં પાણીની ગરમી છે તે સામાન્ય રીતે ચોમાસાના પવનના નબળા પડવા અને ભારતમાં શુષ્ક હવામાન સાથે સંકળાયેલું છે. આ વર્ષે અલ નીનોની સ્થિતિ સતત ત્રણ લા નીના વર્ષ પછી છે. લા નીના જે અલ નીનોથી વિપરીત છે, સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન સારો વરસાદ લાવે છે.