T20 વર્લ્ડ કપ 2024માં સાઉથ આફ્રિકાએ સુપર 8 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું અને આ જીત સાથે સાઉથ આફ્રિકાએ સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
સાઉથ આફ્રિકાની ટીમ ટી20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. એન્ટીગુઆના નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાયેલી સુપર-8 મેચમાં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું હતું.
ADVERTISEMENT
- Advertisement -
સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 135 રન બનાવી શકી હતી. વરસાદથી પ્રભાવિત મેચમાં આફ્રિકાની ટીમે પીછો કરીને જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાને ડકવર્થ નિયમ મુજબ 17 ઓવરમાં 123 રનની બનાવવાના હતા, જે તેને પાંચ બોલ બાકી રહેતા એટલે કે 16.1 ઓવરમાં જીત હાંસલ કરી હતી.
સાઉથ આફ્રિકાએ વરસાદથી પ્રભાવિત મેચમાં વેસ્ટ ઈન્ડિઝને ત્રણ વિકેટે હરાવ્યું હતું. સુપર-8માં આ ત્રીજી જીત સાથે જ સેમિફાઇનલમાં તેમનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. ઈંગ્લેન્ડ પહેલા જ આ ગ્રુપમાંથી ક્વોલિફાઈ થઈ ચૂક્યું છે.
ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા ગ્રુપ 2 સેમીફાઈનલમાં પહોંચી ગયા છે. હવે એવું થઈ શકે છે કે સાઉથ આફ્રિકા તેની સેમિફાઇનલ મેચ ભારત સામે રમશે કારણ કે તેને બીજા સ્થાને ક્વોલિફાય કર્યું છે અને ગ્રુપ 1માં ભારત પહેલા સ્થાન પર ક્વોલિફાય કરે તેવી શક્યતા છે. જો કે એ તો આજના IND vs AUS મેચ બાદ ખબર પડશે કે કઈ ટીમ આજે સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી શકે છે.