ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. નાના ભૂલકાઓ પેહલી વખત પોતાના ડગલા શાળા પરિસરમાં પાડી રહ્યા છે. અને વિદ્યા દેવી માતા સરસ્વતીની આરાધના રૂપે શિક્ષણ ગ્રહણ કરવા અગ્રેસર થઈ રહ્યા છે. ત્યારે પ્રવેશોસ્તવના પ્રણેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભૂલકાઓને સોમનાથ મહાદેવનો આશીર્વાદ સ્કૂલ બેગ સ્વરૂપે પહોંચાડીને શાળાએ આવકારવામાં આવ્યા હતા. પ્રભાસ પાટણ ખાતે ક્ધયા શાળા અને પે સેન્ટર શાળામાં સોમનાથ ટ્રસ્ટે ભૂલકાઓને સ્કૂલબેગ આપીને શાળાએ આવકાર્યા હતા અને તેમને સોમનાથ મહાદેવના આશીર્વાદ પહોંચાડ્યા હતા. બાળકો નવા સ્કૂલ બેગ મેળવીને ઉત્સાહિત થયા હતા. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સહિત તરત પરિવાર અને પૂજારોઓ દ્વારા શાળાઓમાં જઈને સ્કૂલબેગ સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપવામાં આવી હતી.
સોમનાથમાં પ્રભાસ પાટણની શાળાઓમાં પ્રવેશ મેળવનાર બાળકોને સોમનાથ મંદિર ટ્રસ્ટે સ્કૂલબેગ આપી આવકાર્યા



