સાસણ નજીક સટ્ટા રેકેટ ધમધમતુ હતું: રોકડ, 6 મોબાઈલ ફોન મળી રૂ. 66,660નો મુદ્દામાલ જપ્ત
ચિરાગ પટેલ નામનો શખ્શ રમાડતો હતો સટ્ટો: તેની સાથે વિશાલ પટેલ નામના શખ્સની પણ અટકાયત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક વિશેષ રેડ કરવામાં આવી છે, જેમાં ક્રિકેટ સટ્ટા બેટિંગનું મોટું રેકેટ સામે આવી રહ્યું છે. 01 અને 02 એપ્રિલ 2025ના રોજ જખઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા “લાયન ક્લબ ફાર્મ રિસોર્ટ, બોરવાવ” ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સટ્ટા બેટિંગ અને જુગાર અધિનિયમ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
તાલાલા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા “લાયન ક્લબ ફાર્મ રિસોર્ટ” પર થયેલી રેડ દરમિયાન રોકડ રકમ રૂ. 46,160 તથા 6 મોબાઈલ ફોન (કિંમત રૂ. 20,500) મળી કુલ રૂ. 66,810 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વધુમાં, “હીશતફ247.ભજ્ઞળ” પર ચાલતા ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના મુખ્ય આરોપી ચિરાગ પટેલના એકાઉન્ટમાં રૂ. 15,25,999 બેલેન્સ હોવાની વિગતો બહાર આવી છે.
આ રેડ દરમિયાન 2 મુખ્ય આરોપીઓમાં 1. ચિરાગ ખોડાભાઈ પટેલ (રહે. ખડિયા ચોક, ચાણસ્મા, તા. ચાણસ્મા, જી. પાટણ 2. વિશાલકુમાર કાનુભાઈ પટેલ (રહે. 94, શિવ રેસીડન્સી, રૂપેશ્વર રોડ, ચાણસ્મા, તા. ચાણસ્મા, જી. પાટણને ઝડપી પાડવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન વધુ 18 આરોપીઓના નામ બહાર આવ્યા છે, જે હાલ ફરાર છે. તેમની શોધખોળ માટે પોલીસ ટીમ ગોઠવી દેવામાં આવી છે. મુખ્ય આરોપીઓમાં સટ્ટાના પોર્ટલની આઈડી પૂરું પાડનાર સુનિલ નારાયણભાઈ પટેલ, યોગેશ નારાયણભાઈ પટેલ તથા અન્ય 16 શખ્સોના નામો સામેલ છે.રેડની કામગીરી અને તપાસની કામગીરી જખઈ ના પીઆઈ આર.કે. કરમટાની આગેવાની હેઠળ રેડ કરવામાં આવી હતી. આરોપીઓની ધરપકડ બાદ તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા અન્વેષણ આગળ ધપાવવામાં આવી રહ્યું છે અને આરોપીઓની ધરપકડ માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે, આ પ્રકારના ગેરકાયદેસર જુગાર ધંધા સામે કડક પગલાં લેવાશે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે.