વારંવાર SMC દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દરોડો કરતા સ્થાનિક પોલીસ સામે શંકા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જિલ્લાના છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર જખઈ શિંળ ધમરોળી રહી છે તેવામાં ગત એક અઠવાડિયામાં જખઈ દ્વારા બબ્બે વખત પાટડી પંથકમાંથી વિદેશી દારૂની કાર ઝડપી પડી રીતસર સ્થાનિક અને જિલ્લાભરની પોલીસને પડકાર ફેક્યો હોય તેવું દૃશ્ય સામે આવ્યું છે. ત્યારે ગત ચારેક દિવસ પૂર્વે જ સ્થાનિક જિલ્લાની મુખ્ય શાખા સહિતની ટીમને ઊંઘમાં રાખી માલવણ – બજાણા હાઇવે પર ગાંધીનગર જખઈ દ્વારા વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પડી હતી. ત્યારે વધુ એક વાર રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી આવેલ કારને સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં પકડી પડી છે.
- Advertisement -
જેમાં જાણવા મળતી વિગતો અનુસાર ગાંધીનગર જખઈ ટીમ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તથા દસાડા ખાતે પેટ્રોલીંગમાં હોય તેવા સમયે બાતમીના આધારે દસાડાથી એકાદ કિલોમીટર દૂર રોડ પર વિચ ગોઠવી ઊભા હોય ત્યારે એક નંબર પ્લેટ વગરની કાર નીકળતા તેને અટકાવવા ઈશારો કરતા કાર ચાલકે કાર રિવર્સ લઈ નાશી જવા માટે પ્રયત્ન હાથ ધર્યો હતો છતાં જખઈ ટીમે કારને અતરી લઇ કારમાં બેઠેલા કાર ચાલક અને એક કલીનરને ધરપકડ કરી તપાસ કરતા અંદરથી જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની નાની – મોટી બોટલ તથા બિયર નંગ 939 કિંમત 283800/- રૂપિયા, એક ક્રેટા કાર જેની કિંમત 8 લાખ રૂપિયા, તથા વિદેશી દારૂ ભરેલ કાર સાથે ઝડપાયેલ અશોક નાનારામ બિસ્નોઈ રહે: ગિરધરધોરા, જિલ્લો: સાંચોર તથા હનુમાનરામ ઉદારામ બિસનોઈ રહે: વરણવા, જિલ્લો: સાંચોર વાળા પાસેથી બે મોબાઇલ કિંમત 10,000/- તથા એક હજાર રૂપિયા રોકડ સહિત કુલ 10,94,800/- રૂપિયાનો મુદ્દામાલ ઝાપટ કરી બંને શખ્સોની પૂછપરછ કરતાં પોતે અગાઉ પણ વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના ગુન્હામાં રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ઝડપાઈ ચૂકેલ હોય તથા દારૂ મોકલનાર મનોહર ઉર્ફે મનું દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ખાતે આશીર્વાદ હોટેલ પાસે વિદેશી દારૂ પહોંચાડવાની જણાવ્યું હોય જ્યારે ગુજરાતમાં દારૂની લાઈન ચલાવનાર પિરારામ પરખારામ રબારી, ઝડપાયેલ કારનો મુખ્ય માલિક, માલવણ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર તથા દારૂનો જથ્થો ભરી આપનાર ઠેકાના માલિક સહિત સાથ વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસમાં અન્ય જેટલા પણ ખૂલે તે તમામના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.