By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    7 hours ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    8 hours ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    8 hours ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 day ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    5 hours ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    5 hours ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    5 hours ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    5 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 day ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    6 hours ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    7 hours ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 day ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 day ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 day ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શીતળા સાતમ, શીતળાની રસી અને ધ ગ્રેટ ડૉકટર હોલવેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શીતળા સાતમ, શીતળાની રસી અને ધ ગ્રેટ ડૉકટર હોલવેલ
Author

શીતળા સાતમ, શીતળાની રસી અને ધ ગ્રેટ ડૉકટર હોલવેલ

Khaskhabar Editor
Last updated: 2024/08/17 at 4:38 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

કાર્તિકોલોજી:કાર્તિક મહેતા

શીતળા માતાજીનો મહિમા જેવો જહોન ઝેડ હોલવેલ નામનાં અંગ્રેજ સર્જને જાણ્યો એવો પછી કોઇ એ નથી જાણ્યો

- Advertisement -

એમાં બન્યું એવું કે ઇસ્ટ ઇન્ડિયા કંપની પોતાનો કારોબાર વિકસાવી રહી હતી.હજી ઇસ 1757 વાળું પલાશી(ખાખરાના જંગલ)નું યુદ્ધ તાજુ હતું. રોબર્ટ ક્લાઇવ પોતાની સાથે લગભગ બારસો અંગ્રેજો લાવ્યો હતો જેમાં હિસાબનીશ/મુનશીઓ, વેપારીઓ, સૈનિકો, શ્રમિકો, દલાલો વગેરે સહિત અમુક અધિકારીઓ પણ હતા.
એમાંથી એક પ્રબુદ્ધ અધિકારી હતા જહોન ઝેડ હોલ્વેલ. હોલવેલ એક કટ્ટર સામ્રાજ્યવાદી હતા અર્થાત તે એમ માનતા કે ગોરાઓનો જન્મ બીજા ઉપર શાસન કરવા માટે થયો છે. છતાં હોલવેલની અંદરનો બુદ્ધિમાન માણસ જીવતો હતો. હોલવેલ ભારતને જાણવા માટે ફરતા રહેતા અને પોતાની ડાયરીમાં નોંધ ટપકાવતા રહેતા.
આવી એક ડાયરી નોંધમાં હોલવેલ એક નિરીક્ષણ નોંધે છે કે ભારતમાં બંગાળથી લઈને કાશી સુધી ગામેગામ, પંદરથી સોળ વર્ષના બાળકોના હાથ ઉપર અસ્ત્રાથી હળવો કાપો મૂકીને કઈક ઘસવામાં આવે છે.

હોલવેલ સાહેબે નોંધ્યું કે કાશીથી દીક્ષિત થયેલા બ્રાહ્મણ અને અન્ય જાતિઓના યુવાન લોકો એના ગુરુની આજ્ઞા અને શિક્ષા અનુસાર દસ વીસની ટુકડીઓમાં ગામેગામ પહોંચી જાય છે. આ લોકો પાસે સામાનમાં સોનાકે ચાંદીનો એકદમ ધારદાર અસ્ત્રો, એક સોય અને રૂમાં લપેટેલી એક “વસ્તુ” હોય છે. આ લોકોની ટુકડીઓ ગામેગામ પહોંચીને પંદરેક વર્ષના બાળકોને એકઠા કરતા. આ ટુકડીના લોકો બાળકોના હાથ ઉપર સોનાના ધારદાર અસ્ત્રા વડે લોહીનો ટશિયો ફૂટે એવો એક સૂક્ષ્મ કાપો બહુ કુશળતાથી મૂકતા. કાપો તાજો હોય ત્યાં જ એ કાપા ઉપર રૂમાં લપેટેલી “વસ્તુ” ને સોય વડે તે કાપા ઉપર ઘસતા.

હોલવેલે નોંધ્યું કે આ રૂમાં લપેટેલી વસ્તુ શીતળા સંક્રમિત ગાયના આંચળથી એકઠું કરેલું રસીદ્રવ્ય (પસ) હતું.
હોલવેલે આ નિરીક્ષણ ઉપરથી એક નિબંધ તૈયાર કર્યો જેનું મથાળું/શીર્ષક એણે “પૂર્વ ભારતમાં શીતળાના ઉપાય તરીકે રસીકરણ નો પ્રયોગ” એવું રાખ્યું. યાદ રહે કે આ શોધનિબંધ ઇસ 1767માં પ્રકાશિત થયો ત્યારે હજી એડવર્ડ જેનર નામનાં વિજ્ઞાની દ્વારા શીતળાની રસી શોધવાને લગભગ ત્રીસ વર્ષની વાર હતી.
ક્લાઇવના ગયા બાદ જહોન ઝેડ હોલવેલ બંગાળનો ગવર્નર પણ બન્યા.. પણ મૂળ તો શોધખોળના જીવ એટલે એણે ખૂબ અભ્યાસ કર્યો અને અનેક પુસ્તક અને નિબંધો પ્રકાશિત કર્યા. હોલવેલ એક કટ્ટર અંગ્રેજ હોવા છતાં કહેતા ગયા કે ગ્રીક અને લેટિન ગ્રંથો હિન્દુઓના ગ્રંથોની નકલ છે. હિન્દુઓના ગ્રંથોનો અભ્યાસ કરતા એમને પ્રતીત થયું કે હિન્દુઓનું ગણિત, ખગોળ અને તત્વદર્શન આ જગતમાં સર્વોચ્ચ છે. હોલ્વેલ શુદ્ધ શાકાહારી બની ગયા અને ઇંગ્લેન્ડ પરત ફરીને ત્યાં પણ એમણે શાકાહારનો

- Advertisement -

પ્રચાર કર્યો જે યુરોપમાં બહુ નવતર વાત હતી.
હોલવેલ એ હતા જેણે ભારતને અને હિન્દુઓને પોતાના ભવ્ય ભૂતકાળની ક્રેડિટ આપી. (એટલે હોલવેલ ભારતની ઇતિહાસની પુસ્તકોમાંથી ગાયબ છે. કેમકે અમુક સ્થાપિત હિતોને ભારત એક પછાત દેશ હતો તે સાબિત કરવાનું ઝનૂન છે)
હવે જ્યાં વર્ષોથી રસીકરણ થતું હોય ત્યાં કોઈ રોગને માતાનું નામ આપીને પૂજવાની શી જરૂર?એવો પ્રશ્ર્ન સહેજે થાય.
ભારત દસમી સદી સુધી એક તંત્રમાર્ગી દેશ રહ્યો હતો એવું અનેક ઇતિહાસકારો માને છે.
તંત્ર માર્ગ થોડો અઘરો માર્ગ છે. જેમ આધુનિક દવાઓ ખાતી વખતે કે ઇન્જેક્શન લેતી વખતે આપણે એના ડોક્યુમેન્ટ કે રિપોર્ટ વાંચતા નથી એમ તંત્ર માર્ગી પ્રથાઓ ના મૂળ કોઈ જાણતું નથી (કે જાણવા પ્રયાસ કરતું નથી) પણ એને બસ પાળવામાં આવે છે. શીતળા પૂજા એક એવી તાંત્રિક પ્રેક્ટિસ છે જે વિશુદ્ધ વૈજ્ઞાનિક અભિગમથી પાળવામાં આવતી.
આપણા હોલવેલ સાહેબે એમના નિબંધમાં નોંધેલું છે કે રસી લીધા બાદ બાળકને શીતળાના દાણા ફૂટી નીકળતા, તાવ ચડતો અને છેવટે દાણા ફૂટી જતાં. આખો ક્રમ આઠ દિવસ ચાલતો. છેવટે બાળકને લીમડાના પાનના પાણીથી નવડાવીને એને શીતળા મુક્ત ઘોષિત કરાતો. આ આઠ દિવસ સુધી રસી આપનાર લોકોની ટુકડી શીતળા પૂજન કરતી. (જુઓ આવ્યાને વિજ્ઞાન અને માતાજી એકસાથે???) જેથી બાળકને ચડતાં તાવને લીધે બાળક ને હાનિ થાય નહિ.
શીતળા જવર એટલે કે તાવનો વિનાશ કરતી દેવી કહેવાય છે. એમનું વાહન ગદર્ભ એટલે કે ગધેડો જવરાસુર (તાવ રૂપી અસુર) ગણાય છે. આમ શીતળા પૂજન તાવને નિયંત્રણ કરવા માટે કરવામાં આવતું. બાળકને આઠ દિવસ આરામ અને સાથે મિષ્ટાન્ન ભોજન આપવાનો નિર્દેશ કરવામાં આવતો. આ સામૂહિક રસીકરણ નો કાર્યક્રમ પૂર્ણ થતા શિષ્યોનો સમૂહ પોતાના ગુરુ પાસે કાશી પરત ફરતો. (આજના કેટલા ડોક્ટરોમાં આવી નિસ્બત છે?)

અહી નોંધવા લાયક છે કે રસીકરણ કરવા વાળા વ્યક્તિઓ બ્રાહ્મણ સહિત અન્ય જાતિઓના પણ રહેતા.
આજે પણ ભારતમાં ગામેગામ રહેલા શીતળા માતાના મંદિરમાં પૂજારી તરીકે જાટવ અને માળી સમાજના ભાઈઓ હોય છે બ્રાહ્મણો નથી હોતા છતાં હિંદુ ધર્મના દરેક સમાજના લોકો શીતળા માતાને માથું ટેકવવા અચૂક આવતા હોય છે. આ ભારત ઉપર લાગેલા જાતિવાદ ના કલંક સામે એક ઐતિહાસિક અને ઊજળું પ્રકરણ છે તે ખાસ

નોંધ લેવા જેવી.
શીતળા રસીકરણ નો ઉલ્લેખ શાકતેય ગ્રંથ અને યોગ ચિંતામણી નામનાં ગ્રંથોમાં વિવરણ સહિત છે.
એડવર્ડ જેનર ની રસી ભારતમાં પ્રચલિત બનવા લાગતા જાન્યુઆરી 1819માં પ્રકાશિત મદ્રાસ કોર્તિયર નામનાં દૈનિકમાં એક તમિલ ભારતીય ઉકળાટ સહિત લખે છે કે આ રસી તો તમિલ પ્રદેશોમાં અમે વર્ષોથી આપીએ છીએ. તમિલ વાંચક સાથે સાથે ગ્રંથોના નામ અને વર્ણન આપે છે જેમાં રસીકરણ ભારતમાં સામાન્ય અને સોફિસ્તિકેટેડ હતું એવો પુરાવો પ્રાપ્ત થાય છે (મદ્રાસ કોર્તીયર ની નકલ આ લેખ સાથેના ફોટોમાં જુઓ). 1767માં હોલવેલે ભારતની પ્રાચીન રસીકરણ પદ્ધતિ વિશ્વ સમક્ષ મૂકી ત્યારબાદ 1772 માં એક અંગ્રેજ ગામડિયા બેન્જામિન જેસ્ટી એ પોતાના બાળકો અને પત્નીને સંક્રમિત ગાયોનાં આંચળ થી રસી લઈને એમના ઘાવ પર મૂક્યું. એના બાળકો અને પત્નીને શીતળા(સ્મોલ પોકસ)ના લક્ષણો આવ્યા પણ ભારતમાં બાળકોને થતું એમ તે દૂર પણ થઈ ગયા. બેન્જામિન એક ગામડિયો હતો જ્યારે એડવર્ડ જેનર એક પ્રતિષ્ઠિત અને વગદાર માણસ હતો.આથી બેન્જામિન જેસ્ટી પણ ઇતિહાસમાં ખોવાઈ ગયો. (જોકે એનું સન્માન રોયલ સોસાયટી દ્વારા થયેલું કેમકે એણે રસીના સફળ અખતરા થી અનેકને શીતળા થી બચાવ્યા હતા)
મજાની વાત એ છેકે એડવર્ડ જેનરે પણ સંક્રમિત ગાયોના આંચળ (ની લસિકા ગ્રંથિઓ) થી રસી દ્રવ્ય લીધું હતું. બેન્જામિન જેસ્ટિ એ પણ ત્યાંથી જ લીધું અને ભારતમાં તો એ પહેલા વર્ષોથી ગાયોનાં આંચળ ની લસિકા ગ્રંથિઓ થી જ પ્રવાહી લેવામાં આવતું. લસિકા ગ્રંથિની સિસ્ટમ શરીરની રોગ પ્રતિકાર માટે અનિવાર્ય સિસ્ટમ છે. અને તાવ આવે ત્યારે લસિકા ગ્રંથિના કોષો વધુ પ્રભાવક રીતે કાર્ય કરે છે એ એક વૈજ્ઞાનિક સત્ય છે. આથી તાવ રોગ નથી પણ તે દવા છે. પરંતુ તાવ નિયંત્રણ બહાર જાય નહિ તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ માટે જે કોર્સ કરવો પડે તે શીતળા પૂજન. જેમાં આપણે માત્ર પૂજન યાદ રાખ્યું પણ શીતળા ની તાંત્રિક/વૈજ્ઞાનિક ઉપાસના વિસરી ગયા છીએ.

આ શીતળા સાતમ જેવા તહેવારો જીવંત ઇતિહાસ છે, એને ભૂલવા જેવા નથી. ભૂલી જશું તો હજી કોઈ એડવર્ડ જેનરનો બંદો આવીને કહેશે કે આ બધું તો અમે શોધેલું છે. તમે તો પછાત છો.
ભલું થજો ડોકટર જહોન ઝેડ હોલવેલનું જેણે રસીકરણના આ પ્રાચીન ભારતીય વારસાની ક્રેડિટ ભારતને જ મળે તેવા નક્કર પુરાવા એકઠા કરીને એને સાચવવાની જહેમત લીધી. કોઈ જૂઠો સંસ્કૃતિરક્ષક આવી જહેમત કદી નહી લે. માતા શીતળા જેવા ડોકટર જહોન ઝેડ હોલવેલને ફળ્યા એવા સહુને ફળજો.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

TAGGED: shitla satam, The Great Doctor Holwell
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ ! ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ, તારે કાજ નથી ?
Next Article પોરબંદર SOG ટીમે સોની બજારમાં બંગાળી કારીગરોની ચકાસણી વધારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?