પોતાના હજારો ગીતોથી લોકોના હૃદયમાં હંમેશ માટે જીવંત રહેનાર પ્રખ્યાત ગાયક કે.કે. પંચતત્વમાં ભળી ગયા છે. કોલકાતામાં તેમના મૃત્યુ બાદ આજે વર્સોવાના સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘણા બોલિવૂડ સ્ટાર્સ તેમને યાદ કરતા જોવા મળ્યા હતા.
હજારો ફેન્સે તેમને અંતિમ વિદાય આપી
કૃષ્ણકુમાર કુન્નાથ એટલે કે કેકેને તેમના પિતાએ મુખાગ્નિ આપી. આ દરમિયાન તેમના મનપસંદ ગાયકને છેલ્લી વાર જોવા માટે ભીડ એકઠી થઈ હતી. હજારો ચાહકો તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. ફેન્સે ‘કેકે અમર રહેના’ના નારા પણ લગાવ્યા હતા. આ સિવાય મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં તમામ દિગ્ગજ કલાકારો પણ કેકેના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. આ દરમિયાન તમામ લોકો ભાવુક જોવા મળ્યા હતા.
- Advertisement -
#WATCH | The mortal remains of singer #KK are being taken to Mumbai's Versova crematorium for last rites. pic.twitter.com/XZqHsrtfXE
— ANI (@ANI) June 2, 2022
- Advertisement -
લાઈવ કોન્સર્ટ બાદ આવ્યો હાર્ટ એટેક
બોલિવૂડ સિંગર કેકેનું મંગળવારે કોલકાતામાં લાઇવ કોન્સર્ટ બાદ 53 વર્ષની ઉંમરે નિધન થયું. કેકે કોલકાતામાં નઝરૂલ મંચ પર પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા હતા. મેનેજમેન્ટ પર એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે ક્ષમતા કરતા વધારે ભીડ થવાથી અને AC કામ ન કરવાના કારણે KKનો શ્વાસ રૂધાઈ રહ્યો હતો. તેમણે ઘણી વખત AC શરૂ કરવા માટે વિનંતી પણ કરી હતી.