કાશ્મીરમાં સતત ગેર મુસ્લિમ અને બહારના લોકો તેમજ કશ્મીરી પંડિતોને આતંકી નિશાનો બની રહ્યાં છે. ઘાટીમાં કામ કરવા વાળા આ લોકોની આતંકીઓ ધોડે દિવસે હત્યા કરી રહ્યાં છે. એવામાં આ વાતની ચર્ચા શરૂ થઈ રહી છે કે, શું કાશ્મીરમાં એક વખત પુનઃ 90 દશકના વાળા આતંક પુન : આવી રહ્યો છે ? આ કારણે કેન્દ્ર સરકાર પર સતત લોકોની સુરક્ષાનો દબાવ બનાવી રહી છે. બીજી બાજુ સરાકાર સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાની કામગીરી લાગી છે. આ જ કારણે ગૃહ મંત્રી અમિત શાહને જમ્મુ કાશ્મીરની સુરક્ષાની કમાન પોતાના હાથમાં લીધી છે.
- Advertisement -
જમ્મુ કાશ્મીર બગડેલી વ્યવસ્થા ચર્ચા કરવા ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન
ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે જમ્મુ કાશ્મીર બગડેલી વ્યવસ્થા પર ચર્ચા કરવાના છે. જેને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠકના આયોજન કરવામાં આવ્યું છે. જેની અધ્યક્ષતા અમિત શાહ પોતે કરવાના છે. આતંકીયો દ્વારા સતત ઘાટીમાં ટારગેટ કિલિંગ કરવામાં આવી રહી છે. એવામાં 15 દિવસોની અંદર આ પ્રકારની આજે બીજી બેઠક થવાની છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં જમ્મુ કાશ્મીર અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેગેશે. આ સાથે આ વર્ષે અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા થશે.
- Advertisement -
પાછલી બેઠકમાં કઈ વાત પર ચર્ચા થઈ
ઉલ્લેખનીય છે કે, પાછલી બેઠકમાં ગૃહમંત્રી સક્રિય અને સમન્વિત આતંકવાદી વિરોધી અભિયાન અંગેની ચર્ચા કરી હતી. સાથે સુરક્ષાબળો અને સીમા પારથી થઈ રહેલી ઘુસણખોરીની ઘટનાઓને ન થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગૃહમંત્રી શાહે એવું જણાવ્યું કે, સુરક્ષા દળો અને પોલીસે વધારે સક્રિયતાથી અને પૂરા સમન્વયથી આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવું જોઈએ તથા જમ્મુ કાશ્મીરને સમૃદ્ધ અને શાંતિપ્રિય રાજ્ય બનાવવાનું પીએમ મોદીનું સપનું પુરુ કરવું જોઈએ.
Delhi | Union Home Minister Amit Shah holds a high-level meeting to review preparations for Amarnath Yatra 2022 pic.twitter.com/g0OCxhOkYk
— ANI (@ANI) May 17, 2022
લોકોની સુરક્ષાને લઈને થશે ચર્ચા
આ વખતે શરૂ થવા વાળી બેઠકમાં ઘાટીમાં સામાન્ય નાગરીકોની હત્યા પર ચર્ચા કરવામાં આવી હતી. આ કારણે લોકોની વચ્ચે ભયનો માહોલ છે. સરકાર પણ આ વાતને ઘણી સારી રીતે જાણે છે કે, લોકોની સુરક્ષાને લઈને દરેક પ્રકારનો પ્રયાસ કરવામાં આવે પરંતુ આતંકી કોઈને કોઈ રીતે લોકોની હત્યા કરી ભયનો માહોલ ઉભો કરી રહી છે. આ જ કારણે છે કે, હલે શુક્રવારે યોજનારી ઉચ્ચસ્તરીય બેઠકમાં કોઈ નક્કર પ્લાનીંગ થવાનું છે. ઉલ્લેખનીય છે કે, આજે જ કુલગામના એક બેંકના મેનેજરની આતંકિઓેએ હત્યા કરી દીધી છે. મહત્વનું છે કે, આ પહેલા પણ કુલગામમાં રજની બાલા નામની એક શિક્ષીકાને પણ હત્યા કરી નાંખવામાં આવી હતી.