વિધાનસભાની પેટા-ચૂંટણી પહેલા સીએમ શિવરાજસિંહ ચૌહાણ ઘણી લોકપ્રિય જાહેરાતો કરી રહ્યા છે

મધ્યપ્રદેશ સરકારની તમામ નોકરીઓ હવે એમપી ડોમિસાઇલ ધરાવતા લોકો માટે અનામત રહેશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ માટે જરૂરી કાયદાકીય બદલાવ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. આ અગાઉ કમલનાથ સરકારે સ્થાનિક લોકોને ઉદ્યોગોમાં 70 ટકા રોજગાર આપવાનું ફરજિયાત બનાવ્યું હતું.

કમલનાથ સરકારના નિર્ણય મુજબ રાજ્યમાં સ્થપાયેલા ઉદ્યોગોમાં 70 ટકા સ્થાનિક એટલે કે મધ્યપ્રદેશના વતની હોવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, ઉદ્યોગકારો સરકારી યોજનાઓ, કર મુક્તિનો લાભ ત્યારે જ મેળવી શકશે જ્યારે તેઓ મધ્યપ્રદેશના લોકોને રોજગારનો 70 ટકા ભાગ પૂરો પાડશે.

રાજ્યની 27 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાવાની છે, ઉલ્લેખનીય છે કે વિધાનસભાની પેટા-ચૂંટણી પહેલા સીએમ શિવરાજસિંહ ચૌહાણ ઘણી લોકપ્રિય જાહેરાતો કરી રહ્યા છે. આ અગાઉ સીએમ શિવરાજે જાહેરાત કરી હતી કે અમે આદિવાસીઓને શાહુકારોના ચુંગાલથી બચાવવા માટે નવો કાયદો લાવી રહ્યા છીએ.