ઓનલાઈન બુકિંગ કર્યા બાદ જે ભક્ત પાસે ઈ- ટોકન હશે તેજ શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે

યાત્રાધામ ડાકોરમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના પગલે દર્શનાર્થીઓ માટે ડાકોરના રણછોડરાય મંદિર 20 જુલાઇથી અનશ્ચિત સમયગાળા માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ડાકોરમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસ પૈકીના ચાર કેસ મુખ્ય મંદિરથી 150 મીટરના વિસ્તારમાં જ છે. આ સ્થિતિને પગલે ટેમ્પલ કમિટિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 20 જુલાઇથી મંદિરમાં કોઇને પણ પ્રવેશ અપાયો નહોતો . હવે આવતીકાલથી એટલે કે 19 ઓગસ્ટથી ભાવિકોને ઠાકોરના દર્શન કરવા મળશે.

મંદિર તંત્ર દ્વારા ખાસ ભક્તો માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે નિર્ણય લેવામાં આવ્યો છે કે, ઓનલાઈન બુકિંગ કર્યા બાદ જે ભક્ત પાસે ઈ- ટોકન હશે તેજ શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

ઓનલાઇ બુકિંગ સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝર પણ રાખવામાં આવશે. તકેદારીના પગલા લેવામાં આવશે.