ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા માંથી એકઠો કરેલો કચરો છેલ્લા 25 વર્ષ થી એક જ જગ્યાએ નિકાલ કરવામાં આવી રહ્યો છે જેના લીધે 2 લાખ મેટ્રીક ટન જેટલો કચરો એકઠો થઇ ગયેલા છે અને ઠગલા ના ગંજ ખડાકયા ગયા છે વેરાવળ કમ્પોઝ યાર્ડની 21 એકરની વિશાળ અને કિંમતી જમીન પર ગંજથી ભયંકર પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું છે. જો કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંદાજે 75 કરોડના ખર્ચે આ વિશાળ જગ્યા ખુલ્લી કરી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકોલોજી પાર્ક ગાર્ડનના નિર્માણ સાથે નવ સાધ્ય થવા જઈ રહી છે.
20 એકર જમીન ત્રણ ભાગમા વિવિધ પ્રોજેક્ટ હાથ ધરે છે તેમા પાંચ એકરમાં જે હાઇવે તરફ નો ભાગ છે ત્યા યાત્રિકો માટે પ્રવાસી બેઠી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે તેમજ બીજા પાંચ એકર મા )સુએજ ટ્રીટમેન્ટ પ્લાન પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે તેમજ 10 એકરમાં જે રોજ નો વેરાવળ નગરપાલિકા માંથી 80 ટન જેટલો કચરો એકત્રિત થશે તેનો રાખવામાં આવે છે