ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં આવતીકાલે જલારામ જયંતિ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના તેમજ જલારામ સર્કલ સેવા સમિતિ દ્વારા સંત સીરોમણી પૂ.જલારામબાપાની 224મી જન્મ જયંતિ નિમિતે વિવિધ પ્રકારની બાળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ સ્પર્ધામાં જનરલ નોલેજ, આરતી ડેકોરેશન, વેશભૂશાની સ્પર્ધા યોજવામાં આવશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ સમૂહ પ્રસાદનું પણ આયોજન કરાયું છે. જ્યારે ધાર્મિક કાર્યક્રમો સાથે જલારામ બાપાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં જલારામ સર્કલ ખાતે સવારે 7:30 વાગ્યે આરતી 10 થી 12 સ્પર્ધા 11 થી 4 મહાપ્રસાદ સાંજે 5 કલાકે રોટલા મહોત્સવ તેમજ 7 કલાકે કેક કટીંગ, આરતી અને વેસભૂશા સ્પર્ધા બાદ રાત્રીના 8 થી 11 કલાકે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યુ છે. જેમાં ડોલરભાઇ કોટેચા, ગિરીશભાઇ કોટેચા, મહેન્દ્રભાઇ મશરૂ, પી.બી.ઉનડકટ સહિતના અગ્રણીઓ પૂ.જલારામ બાપાની જયંતિ ધામધૂમ પૂર્વક ઉજવશે. આ સ્પર્ધા માટે અશોકભાઇ શીરોદરીયા મો.81287 81111નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.