ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા હી સેવાના ઉદેશ થી દેશ ભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં સ્વછતા અભિયાન દિવસે દિવસે વેગવંતુ બનતું જાય છે જેમાં જિલ્લામાં શેરી હોય કે સોસાયટી દરેક જગ્યાએ સ્વછતા અભિયાન જોવા મળે છે. સ્વચ્છતા હી સેવાનાં ભાવ સાથે જૂનાગઢ જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ સફાઇ અભિયાનમાં શહેરના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ખાતે સફાઈ અભિયાન યોજાયું હતું જેમાં જિલ્લા કલેકટર અનીલકુમાર રાણાવાસીયા સહીત મેયરશ્રી ગિતાબેન પરમાર, સ્ટેન્ડીંગ સમિતીનાં ચેરમેન હરેશ પરસાણા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, નિવાસી અધિક કલેક્ટર પી.જી.પટેલ, અગ્રણી સુશ્રી પલ્લવીબેન ઠાકર, ધર્મેશ પોશીયા, રેલ્વેસ્ટેશન માસ્તર ભટ્ટ, વિભાગિય એસ.ટી. નિયામક શાહ, ડેપો મેનેજર વી.એમ. મકવાણા, સહિત વિવિધ વિભાગનાં અધિકારીઓ, અગ્રણીશ્રીઓ, સફાઇ કામદારો સાથે સફાઇ અભિયાનમાં જોડાયા હતા.
જૂનાગઢનાં વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ સફાઇ અભિયાનમાં જોડાયા
