જૂનાગઢ NCP કોર્પોરેટરે મનપા સભ્યપદેથી રાજીનામું
અનિવાર્ય સંજોગોના કારણ આપ્યું રાજીનામું: શહેરનાં રાજકારણમાં અનેક અટકળો શરૂ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં આવેલ મજેવડી દરવાજા પાસે દરગાહના દસ્તાવેજ સાથેની મનપા દ્વારા નોટીશ ચોટાડવામાં આવી હતી જેને લઈને 16 જૂન 2023ના રોજ ટોળું ઉમટી પડ્યું હતું અને સમજાવટ ની વાત ચાલુ હતી એ સમયે ટોળા દ્વારા પોલીસ પર હુમલો કર્યો હતો જેમાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહીત પીએસઆઇ સહીત પોલીસ કર્મી ઘાયલ થયા હતા જેમાં પોલીસે 500 થી વધુ ટોળા સામે ગુનોહ નોંધ્યો હતો જેમાં એનસીપીના કોર્પોરેટર અંદ્રેમાંન પંજાનું નામ પણ આરોપી તરીકે સામેલ છે એવા સમયે મહાનગર પાલિકાના સભ્ય પદેથી રાજીનામુ આપતા રાજકારણમાં અનેક અટકળો શરૂ થઇ છે.
જૂનાગઢ મહાનગપાલિકાના કમિશ્ર્નરને આપેલા રાજીનામામાં જણાવ્યુ છે કે, આજ રોજ હું અદ્રેમાન અલ્લારખાભાઇ પંજા રૂબરૂ નોટરી સમક્ષ સોગંદ પૂર્વક જાહેર કરૂ છું કે હું મહાનગરપાલિકા જૂનાગઢના વોર્ડ નં.8માં નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પક્ષના મેન્ડેટ પર કોર્પોરેટર તરીકે 2019ની ચૂંટણીથી ચૂટાયેલ સભ્ય છુ અને કોર્પોરેટર તરીકે સેવા આપુ છુ.
પરંતુ હાલ અનિવાર્ય સંજોગોના કારણે મારા કોર્પોરેટર પદ ઉપરથી હું રાજીનામુ આપુ છુ જેથી આ મારૂ રાજીનામુ રૂબરૂ સમજીને મારૂ આ રાજીનામુ મંજૂર કરવા વિનંતી છે.
જૂનાગઢ લઘુમતી સમાજનાં અગ્રણી આગેવાન અને વોર્ડ 8માંથી એનસીપીમાંથી ચૂંટાયેલા મહાનગરપાલિકાના સભ્ય અદ્રેમાન પંજા દ્વારા આજરોજ રાજીનામુ આપતા શહેરનાં રાજકારણમાં અનેક અટકળો શરૂ થઇ છે. તેની સાથે રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. હાલતો રાજીનામુ આપવાનું કારણ અનિવાર્ય સંજોગોના હીસાબે આપ્યુ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે સાચી હકિકત શું હોઇ શકે તેતો અદ્રેમાન પંજા મિડીયા સમક્ષ સામે આવે તો જ સાચો ખ્યાલ આવે.
મજેવડી દરવાજા પાસે ગત તા.16 જુનના દરગાહ મામલે મનપા દ્વારા જે નોટીસ ઇસ્યુ થઇ હતી. ત્યારે મજેવડી દરવાજે મોટી સંખ્યામાં ટોળુ એકઠુ થયુ હતુ જેમાં દરગાહ હટવાની અફવા ફેલાઇ હતી. જેના કારણે ટોળાએ પોલીસ પર અને પોલીસ ચોકી ઉપર હુમલો કર્યો હતો અને એસટી બસ સહિત બાઇકોને નિશાન બનાવી હતી. જેમાં પોલીસે કુલ પ00 જેટલા લોકો સામે ફરિયાદ નોધી હતી. જેમાં મહિલા કોર્પોરેટરના પતિ રાજુ સાંધ અને વોર્ડ 8ના એનસીપી કોર્પોરેટર અદ્રેમાન પંજાનું નામ પણ સામેલ છે તેવા સમયે રાજીનામુ આપતા લઘુમતી સમાજ તેમજ શહેરનાં રાજકારણમાં આગામી દિવસોમાં નવા જુનીના એંધાણ જોવા મળી રહ્યા છે.