રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ અને સર્ટિફિકેટ અપાશે
તા. 20ના જૂનાગઢમાં રક્તદાન કેમ્પ યોજાશે
- Advertisement -
થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે રક્ત એકત્રિત કરાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
વિશ્ર્વ હિંદુ પરિષદ, રાજકોટ મહાનગરના શાંતુભાઈ રૂપારેલીયાના પુત્ર સ્વ. મનીષભાઈની નવમી પૂણ્યતિથિ નિમિત્તે જૂનાગઢ ખાતે ભગવતી ઓટો લિન્ક પ્રાઈવેટ લિમિટેડ (ટાટા મોટર શોરૂમ) દોલતપરા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શાંતુભાઈ રૂપારેલીયા પરિવાર સ્વ. મનીષભાઈની પૂણ્યતિથિએ ‘માનવતા મહાયજ્ઞ’નું આયોજન કરવાનો પુણ્ય સંકલ્પ કર્યો છે. આ વર્ષે નવમી પુણ્યતિથિ નિમિત્તે શાંતુભાઈ રૂપારેલીયા પરિવાર, સ્વ. મનીષભાઈ રૂપારેલીયા મિત્ર વર્તુળ તથા ભગવતી ઓટો લિન્ક પરિવારે 600થી 700 યુનિટ રક્ત એકત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે, જેનું આયોજન ભગવતી ઓટો લિન્ક પ્રાઈવેટ લિમિટેડ (ટાટા મોટર શોરૂમ) દોલતપરા, જૂનાગઢ ખાતે શનિવાર તારીખ 20-7ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજ સુધી કરેલું છે સાથે મહાપ્રસાદનું પણ આયોજન છે. થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે એકત્રિત કરેલું સેવાયજ્ઞનું રક્ત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ ગ્રીન ક્રોસ બ્લડ બેંક તથા રાજકોટ રેડક્રોસ બ્લડ બેંકને આપવામાં આવશે.
- Advertisement -
રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર 7878201201 અને 9998992690 પર સંપર્ક કરી શકાશે તેમજ રાજકોટથી જૂનાગઢ જવા માટે વાહનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ તથા સર્ટિફીકેટ અપાશે. આ મહાયજ્ઞમાં વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.