તા.24 ઓકટોબરના સેબીના અન્ય અધિકારીઓ સાથે હાજર થવું પડશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
લાંબા સમયથી વિવાદમાં રહેલા સિકયુરીટી એન્ડ એકસચેંજ બોર્ડના વડા માધબી પુરી બુચને આખરે સંસદની જાહેર હિસાબ સમિતિએ સમન્સ કર્યુ છે. તેમની સામે લાંબા સમયથી પહેલા હિડનબર્ગ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
- Advertisement -
બાદમાં તેઓએ સેબીના ચેરમેન તરીકે કામગીરી બજાવતા સમયે પણ તેમની અને તેમના પતિની માલિકીની કંપની મારફત બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી પણ લાભો મેળવ્યા હતા તેવું બહાર આવ્યું છે અને હવે તેમને તા.24 ઓકટોબરના રોજ સેબીના અન્ય અધિકારીઓ સામે જાહેર હિસાબ સમિતિ સમક્ષ હાજર થવા જણાવાયું છે. હિડનબર્ગે કરેલા ધડાકામાં જણાવાયું કે, માધબી અને તેના પતિએ બે વર્ષ પહેલા સિંગાપોરમાં એક કંપની સ્થાપી હતી અને તેના મારફત અદાણીના નાણા ડાયવર્ટ કર્યા હતા. અદાણીએ આ તમામ પ્રકારના આક્ષેપો નકાર્યા હતા.
માધબી પુરી બુચે પણ તેમની સામેના આક્ષેપોને ફગાવ્યા હતા હવે કોંગ્રેસના સીનીયર નેતા કે.સી.વેણુગોપાલનના અધ્યક્ષપદ હેઠળ જાહેર હિસાબી સમિતિએ સેબીના વડાને સમન્સ કરતા આગામી સમયમાં તે કેવો વળાંક લે છે તેના પર નજર છે.