જૂનાગઢ જિલ્લાની 40 કિ.મી. દરિયા પટ્ટી પર પોલીસનું સર્ચ ઓપરેશન
જિલ્લાના 426 પોલીસકર્મી દ્વારા એક્સરસાઇઝ મોકડ્રીલ
- Advertisement -
દરિયાઇ સરહદ વિસ્તારનું ત્રી-સ્તરીય નિરીક્ષણ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શહેર થતા તાલુકા કક્ષાના ગ્રામ્ય વિસ્તાર સુધી અનેક મેગા સર્ચ ઓપરેશન સાથે ટ્રાફિક ડ્રાઈવ યોજી કાયદો વ્યવસ્થા જળવાય રહે અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવ્યું છે ત્યારે હવે જૂનાગઢ જિલ્લાના 40 કી.મી.દરિયાઈ સરહદ વિસ્તારમાં ત્રી-સ્તરીય એક્સરસાઇઝ મોકડ્રીલમાં જિલ્લાના 426 પોલીસ અધિકારી અને કારમી દ્વારા સર્ચ ઓપરેશન સાથે એસપી દ્વારા પેરા ગ્લાઈડિંગ કરી દરિયાના કાંઠા વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પોલીસ દ્વારા પ્રથમ વખત કર્યાનું જોવા મળ્યું હતું ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં અનેક વાર ઘૂષણખોરી તેમજ ગેરકયદેસર હથિયાર સહીત નશીલા પદાર્થ ગુજરાતમાં ઘૂસાડવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા જિલ્લાના 40 કિમિના દરિયાઈ સુરક્ષા એક્સરસાઇઝની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પોલીસની 10 ટીમો દ્વારા 4 – 4 કિમિના 10 ટુકડા કરીને જમીન પર ફૂટ પેટ્રોલિંગ, બોટ દ્વારા દરિયાઈ માર્ગે પેટ્રોલિંગ સાથે એસપી હર્ષદ મેહતા દ્વારા પેરા ગ્લાઇન્ડીંગથી હવાઈ માર્ગે દરિયાઈ સરહદ વિસ્તારનું નિરીક્ષણ કરેલ હતું. આ ત્રી-સ્તરીય મોકડ્રીલ દ્વારા દરિયા કાંઠા વિસ્તારમાં કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે પેશકદમી સહીત બાબતે એસપી દ્વારા ખાસ પેરા ગ્લાઈડિંગથી હવાઈ નિરીક્ષણ કરાયું હતું તેમજ 426 પોલીસ દ્વારા જમીન ફૂટ પેટ્રોલિંગ કરીને દરિયાઈ વિસ્તારને સુરક્ષિત કરવા ખાસ મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં આજના યુગમાં ઘણી ટેક્નોલોજી વિકસિત થઇ છે તેમાં ડ્રોન કેમરા, પેરા ગ્લાઈડિંગ સાથે પોલીસ કર્મીઓ જોડાયા હતા ત્યારે ડીવાયએસપી ડી.વી.કોડિયાતર, એસઓજી પી.આઈ એ.એમ.ગોહિલ તથા બીડીડીએસ શાખા તેમજ 4 પીઆઇ, 17 પીએસઆઇ, 5 એએસઆઈ, 28 હેડ કોન્સ્ટેબલ, 110 હેડ કોન્સ્ટેબલ, 72 એસઆરડી, 189 જીઆરડી, મળી કુલ 426 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મીઓ જોડાયા હતા તેની સાથે જિલ્લાના 13 લેન્ડિગ પોઇન્ટની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી.