રેડીએશન છોડતા તારાનું નામ ઝ-8 રખાયુ: સુર્ય કરતાં 10 ટકા-424 ડીગ્રી તાપમાન
ખાસ-ખબર સંવાદદાતા
અવકાશમાં નવા-નવા સંશોધન થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોએ હવે સૌથી ઠંડા તારાની ખોજ કરી છે.ભુરા રંગનો આ તારો અત્યારે પણ રેડીએશન છોડી રહ્યો છે તેનો વ્યાપ ગુરૂ ગ્રહથી અંદાજીત બે-તૃતિયાંશ નાનો છે. સિડની યુનિવર્સીટીનાં વૈજ્ઞાનિકો દ્વારા આ તારાની શોધ કરવામાં આવી છે. આ તારો પૃથ્વીથી લગભગ 37 અબજ કિલોમીટર દુર છે.
- Advertisement -
વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ ઠંડા તારાનુ નામ ટી-8 રાખવામાં આવ્યું છે. એકદમ ઠંડો તારો સંકોચાવા અને ગેસનો એક ગોળો છે. તેનુ તાપમાન 425 ડીગ્રી સેન્ટીમેન્ટ છે.અર્થાત સુર્ય કરતાં માત્ર 10 ટકા તાપમાન ધરાવે છે જે ઠંડા પડતા ચુલ્હાના તાપમાન સમાન છે.ધ એસ્ટ્રોફીઝીકલ જર્નલ વેટર્સમાં આ શોધના તારણો પ્રકાશીત કરવામાં આવ્યા છે. એમ કહેવાયું છે કે ભલે અત્યાર સુધી શોધાયેલો આ સૌથી ઠંડો તારો ન હોવા છતાં રેડીયો ટ્રોનોસીના વિશ્લેષણ મુજબનો સૌથી ઠંડો તારો છે.