સી-બેડ તરીકે ઓળખાતા ક્ષેત્રમાં પવન ઉર્જા માટેની વિશાળ શક્યતાને હવે અમલમાં મુકાશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં 2070 સુધીમાં નેટ ઝીરો એમીશનનો ધ્યેય હાંસલ કરવા હાલની પરંપરાગત ઉર્જાના વિકલ્પમાં વિન્ડ અને સોલાર ઉર્જાને વધુ મહત્વ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયમાં હવે દેશના વિશાળ દરિયાઇ ક્ષેત્રમાં પણ ઉપયોગ કરવામાં આવશે અને સરકાર હવે વિન્ડ એનર્જી (પવનઉર્જા) માટે દરિયાઈ સપાટી પણ લીઝ પર આપશે અને તેનો પ્રારંભ ગુજરાત અને તામીલનાડુથી થશે તેવા સંકેત છે.
- Advertisement -
ભારતમાં 7600 કિલોમીટર લાંબી દરિયાઈ પટ્ટી છે પરંતુ તેનો ઓફશોર એનર્જી પ્રોજેક્ટ માટે ભાગ્યે જ કોઇ ઉપયોગ થાય છે અને હવે સરકાર દ્વારા 2015માં જે નેશનલ ઓફશોર વિન્ડ એનર્જી પોલીસી લાગુ કરાઈ હતી તેને હવે અમલમાં મુકવા તૈયારી કરી રહી છે. અને તેમાં ગુજરાત અને તામીલનાડુમાં બે ગીગાવોટ વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે ટૂંક સમયમાં મંજુરી અપાશે.
ગુજરાતના 1600 કિલોમીટરના લાંબા દરિયા કિનારાના ક્ષેત્રોમાં વિન્ડ ફાર્મ માટે એક ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે અને ખાસ કરીને આ પ્રોજેક્ટ ખર્ચાળ હોવાથી રાજ્ય સરકાર તેમાં નાણાકીય મદદ પણ પૂરી પાડશે. અને તેમાં વિન્ડ એનર્જીના ટેરીફ પણ નક્કી કરાશે. ગુજરાતમાં 2000 મેગાવોટ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે વાએબીલીટી ગેપ ફંડીંગ હેઠળ એક પ્રોજેક્ટનો સર્વે કરી લીધો છે અને તામીલનાડુમાં 2000 મેગાવોટના વીજ ઉત્પાદન માટે આ પ્રકારે આગળ વધશે અને તેમાં ઓસન ફલોર એટલે કે દરિયાઇ સપાટી સરકાર લીઝ પર આપશે અને તેમાં લીઝ ધારકને ઉત્પાદિત થતી વીજળી સીધા ગ્રાહકને વેચવા કે ઔદ્યોગિક એકમોને વેચવાની છૂટ હશે.