ઉઝબેકિસ્તાનના ઐતિહાસિક શહેર સમરકંદમાં બે દિવસીય શંઘાઈ સહયોગ સંગઠનનો પ્રારંભ થયો છે. શરુઆતમાં સભ્ય દેશોએ એક ગ્રુપ ફોટો પડાવ્યો હતો.
ઉઝબેકિસ્તાનના સમરકંદમાં બે દિવસીય શંઘાઈ સહયોગ સંગઠનનો પ્રારંભ થયો છે. સૌથી પહેલા બેઠકમાં પીએમ મોદી પહોંચ્યાં હતા જોકે ભારતથી તેમનું આગમન મોડું થયું હતું પરંતુ બેઠકમાં પહોંચનાર તેઓ પહેલા નેતા હતા. બેઠકમાં પહોંચ્યાં બાદ ઉઝબેકિસ્તાનના પ્રેસિડન્ટ શવકત મિર્ઝીયોયેવે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ એક પછી દેશના પ્રેસિડન્ટ કે પીએમ આવવા લાગ્યા હતા. સભ્ય દેશોએ એક ગ્રુપ ફોટો પડાવ્યો હતો.
- Advertisement -
"Prime Minister Narendra Modi joins the leaders of SCO Member States for discussions on topical, regional and international issues, including regional peace and security, trade and connectivity, culture and tourism," tweets MEA spokesperson Arindam Bagchi pic.twitter.com/i25kyP4lRZ
— ANI (@ANI) September 16, 2022
- Advertisement -
ગ્રુપ ફોટા બાદ સભ્ય દેશોની રાઉન્ડ ટેબલ ચર્ચા શરુ
ગ્રુપ ફોટા બાદ સભ્ય દેશોની રાઉન્ડ ટેબલ ચર્ચા શરુ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને એવું જણાવ્યું કે પીએમ મોદી SCO સભ્ય દેશોના નેતાઓ સાથેની બેઠકમાં સામેલ થયા છે. બેઠકમાં ટોપિકલ, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ જેવા કે શાંતિ અને સુરક્ષા, વેપાર, જોડાણ, સંસ્કૃતિ અને પ્રવાસન પર ચર્ચાવિચારણા થશે.
સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ગ્રુપ ફોટો પડાવ્યો
SCO સમિટમાં પીએમ મોદી, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ, રશિયન પ્રેસિડન્ટ પુતિન, પાકિસ્તાની પીએમ શેહબાઝ શરીફ, ઉઝેબેકિસ્તાનના પ્રમુખ શવકત અને બીજા રાષ્ટ્રાધ્યક્ષોએ ગ્રુપ ફોટો પડાવ્યો હતો.
Prime Minister Narendra Modi, Chinese President Xi Jinping, Russian President Vladimir Putin, Pakistan PM Shehbaz Sharif, Uzbek President Shavkat Mirziyoyev & other leaders pose for a group photograph at Shanghai Cooperation Organisation (SCO ) Summit in Uzbekistan's Samarkand pic.twitter.com/RaTuXFhS3J
— ANI (@ANI) September 16, 2022
પીએમ મોદી અને પુતિન વચ્ચે મુલાકાત
આજે ઉઝબેકિસ્તાનમાં પ્રાદેશિક શિખર સંમેલન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થશે ત્યારે વેપાર અને ભૌગોલિક રાજનીતિ એજન્ડામાં રહેશે. ક્રેમલિને જાહેરાત કરી છે કે, પીએમ મોદી અને વ્લાદિમીર પુતિન વ્યૂહાત્મક સ્થિરતા, એશિયા પેસિફિક ક્ષેત્રની સ્થિતિ અને યુએન અને જી-20ની અંદર દ્વિપક્ષીય સહકારના મુદ્દાઓ પર ચર્ચા કરશે. પુતિન સાથેની બેઠક ઉપરાંત વડાપ્રધાન ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવ અને ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે.
Prime Minister Narendra Modi meets Uzbekistan President Shavkat Mirziyoyev at the Shanghai Cooperation Organisation (SCO ) Summit in Uzbekistan's Samarkand. pic.twitter.com/uwxxpyd2Qj
— ANI (@ANI) September 16, 2022
2001માં SCOની સ્થાપના
એસસીઓ સંગઠનની સ્થાપના જૂન 2001માં કરવામાં આવી હતી. 2017માં ભારત અને પાકિસ્તાન આ સંગઠનના પૂર્ણ સભ્ય બન્યા હતા. SCO આઠ સંપૂર્ણ સભ્યો છે. જેમાં ચીન, રશિયા, ઉઝબેકિસ્તાન, ભારત, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન, બેલારુસ અને મોંગોલિયા તેના નિરીક્ષક દેશો છે જ્યારે કમ્બોડિયા, નેપાળ, શ્રીલંકા, તુર્કી, આર્મેનિયા અને અઝરબૈજાન સંવાદના ભાગીદાર છે.