સાઉદી અરેબિયામાં કોવિડ-19ના કેસની સંખ્યામાં ફરી એક વખત ઉછાળો આવવાના કારણે સરકારે ભારત સહિત 16 દેશોની મુસાફરી પર પ્રતિબંધ જાહેર કર્યો છે. સાઉદી અરેબિયાના નાગરિકો માટે ભારત ઉપરાંત લેબનોન, સીરિયા, તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન, યમન, સોમાલિયા, ઈથિયોપિયા, કોંગો લોકતાંત્રિક ગણતંત્ર, લિબિયા, ઈન્ડોનેશિયા, વિયેતનામ, આર્મેનિયા, બેલારૂસનો પ્રવાસ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.
સાઉદીના સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ સામે ન આવ્યો હોવાની માહિતી આપી હતી. પ્રિવેન્ટિવ હેલ્થ માટેના નાયબ સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ્લા અસિરીએ જણાવ્યું કે, દેશ પાસે મંકીપોક્સના કેસની ઓળખ કરવા માટેની ક્ષમતા છે.