અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ મથક અસ્તિત્વમાં આવ્યાથી આજદિન સુધીમાં પહેલીવાર સાઠંબા પોલીસે વિદેશી દારૂ પકડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સાઠંબા પોલીસ મથકને અડીને મહીસાગર જીલ્લાની હદ આવેલ છે .જેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો માટે સેફ પેસેજ છે. સાઠંબા પોલીસ સ્ટેશનમાં નવ નિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેકટર એન. સી. ચૌહાણ ચાર્જ સંભાળ્યા પછી સાઠંબા પોલીસ હરકતમાં આવી છે. સાઠંબા પોલીસ મથકના પી.એસ.આઈ એન. સી.ચૌહાણ અને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે, એક કાળા કલરની બજાજ પલ્સર બાઇક સવાર વિરપુર બાજુથી આસપુર – વજાવત થઈ જેઠોલી બાજુ જવાનો છે. જેથી સાઠંબા પોલીસે વજાવત ગામની સીમમાં આસપુર તરફથી આવતાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન બાઈક સવાર પોલીસની નાકાબંધી જોઈ બાઈક મુકી નાસી ગયો હતો. પોલીસે નંબર વગરની પલ્સર બાઇક પર મુકેલો કોથળો ખોલી જોતાં અંદરથી ભારતીય બનાવટની ઓફિસર ચોઈસ કાચની બોટલો નંગ. ૧૪૪ અને બિયરના પતરાના ટીન નંગ. ૭૨.મળી વિદેશી દારૂ તથા બિયરનાં ટીન કુલ નંગ. ૨૧૬.જેની કિંમત રૂપિયા ૨૮,૮૦૦/- તથા બજાજ પલ્સર બાઇક કિંમત રૂપિયા ૨૦,૦૦૦/-કુલ રૂપિયા ૪૮,૮૦૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઈ વિદેશી દારૂની હેરાફેરી કરતા ફરાર બુટલેગર વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ સાઠંબા પોલીસ સબ ઇન્સ્પેકટર એન.સી.ચૌહાણ ચલાવી રહ્યા છે.

 જગદીશ સોલંકી સાબરકાંઠા.