સંજય દત્ત ની નવી હોરર ફિલ્મ ‘ધ ભૂતની’ એપ્રિલ 18, 2025ને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સંજય દત્ત સાથે મૌની રોય, પલક તિવારી અને સની સિંહ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સંજય દત્ત, જેમણે પોતાના અભિનયથી ઘણાં ચાહકોની દિલ પર વર્ષોથી રાજ કરી રહ્યા છે. તો હવે સૌના સંજુ બાબા એક નવી હોરર ફિલ્મ સાથે આવી રહ્યા છે. આ ફિલ્મનું નામ છે ‘ધ ભૂતની’. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, અને ત્યારબાદ ફિલ્મના રિલીઝ થવાનો દિવસ પણ જાહેર કરવામાં આવ્યો છે.
- Advertisement -
View this post on Instagram
ફિલ્મની વાર્તા
‘ધ ભૂતની’ એક હોરર પ્રેમકથા છે. આ ફિલ્મમાં સંજય દત્ત સાથે મૌની રોય, પલક તિવારી અને સની સિંહ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મૌની રોય આ ફિલ્મમાં ભૂતના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં પ્રેમ, હોરર, એક્શન અને કોમેડીનો અનોખો મિશ્રણ જોવા મળશે.
ફિલ્મનું રિલીઝ દિવસ
- Advertisement -
સંજય દત્તે સોશિયલ મીડિયા પર આ ફિલ્મની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું, ” इस गुड फ्राइडे, डर को एक नई तारीख मिल गई है” શુક્રવાર 18 એપ્રિલ! પહેલાં ક્યારેય ન જોયેલા હોરર, એક્શન અને કોમેડી માટે તૈયાર થઈ જાઓ!” 18 એપ્રિલ, 2025ના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળશે.
સંજય દત્તના અભિનય અને ફિલ્મના લુક પર પ્રતિસાદ
ફિલ્મના ટીઝરમાં સંજય દત્તના લુકને જોઈને ચાહકો ખૂબ ઉત્સાહત છે આ ફિલ્મ માટે , એક ચાહકે લખ્યું, “સંજય દત્ત ખૂબ જ હેન્ડસમ લાગે છે,” જ્યારે બીજા ચાહકે તેમની ઉપર પ્રેમ વરસાવીને લખ્યું , “જય ભગવાન શંકર, જાન સંજય દત્ત!”
સંજય દત્તના આગામી પ્રોજેક્ટ્સ
ફિલ્મ ‘ધ ભૂતની’ ઉપરાંત, સંજય દત્ત ટૂંક સમયમાં ‘બાગી 4’ અને ‘હાઉસફુલ 5’ જેવા મોટા પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળશે. ‘હાઉસફુલ 5’ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જેમાં સંજય દત્ત સાથે અન્ય જાણીતા કલાકારો પણ હોઈ શકે છે.