જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો છે. સુંદરબની વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો છે. આ હુમલો બપોરે 1 વાગ્યાની આસપાસ થયો હતો. આતંકવાદીઓએ સેનાના વાહન પર લગભગ બે રાઉન્ડ ગોળીબાર કર્યો. સેનાનું વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સૈન્ય વાહનને ટાર્ગેટ કર્યું હતું.
સર્ચ ઓપરેશન શરૂ
- Advertisement -
શંકાસ્પદ આતંકવાદીઓએ ગાઢ જંગલમાંથી સેનાની ગાડી પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હુમલાખોરો જંગલમાં છુપાયા હોવાની આશંકા છે. સુંદરબનીમાં સીઆરપીએફ બટાલિયનના હેડક્વાર્ટર્સથી આશરે પાંચ-છ કિમી દૂર આ ઘટના બની હતી.