શનિ- રવિનો અનલિમિટેડ આનંદ સહિયરમાં છવાયો: ખેલૈયાઓથી સહિયર શોભી ઉઠ્યું
ખાસ-ખબર સંવાદદાતા
સહિયર ક્લબ આયોજિત ક્રેડિટ બુલ્સ આયોજિત સહિયર રાસોત્સવ રાજકોટમાં ફરીથી પ્રેક્ષકો અને ખેલૈયાઓના દિલ જીતવામાં સફળ રહ્યું છે. સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત નાગરિકોની હાજરીમાં હૈયે હૈયું દળાયું હતું અને ખેલૈયાઓથી સહિયર શોભી ઉઠ્યું હતું. હનુમાનજી મહારાજના શનિવારની રાત્રે શ્રી રામ નામથી સહિયરમાં કેસરિયો રંગ છવાયો હતો. તમામ આયોજકો તથા હજારોની સંખ્યામાં ખેલૈયાઓએ કેસરિયો પરચમ અને રાષ્ટ્રધ્વજ લહેરાવી ભક્તિની સાથે રાષ્ટ્ર ભક્તિની ભાવના પણ જગાવી હતી.
સહિયરના સુપ્રસિદ્ધ ગાયક રાહુલ મહેતા તથા તેજશ શિશાંગીયાએ હર ઘર મેં અબ એક હી નામ… અને આયે હે ભગવાધારી જેવા રાષ્ટ્રવાદથી રંગાયેલા ગીતોથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. અપેક્ષા પંડ્યાએ પણ ચોપાઈના ગાનથી વાતાવરણ રામમય બનાવ્યું હતું.
સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા તથા તમામ સહિયરના આયોજકો હાથમાં પરચમ લહેરાવી રાષ્ટ્રવાદના રંગે રંગાયા હતા. સહિયર રાસોત્સવને નિહાળવા મેયર નયનાબેન પીઠડીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુષ્કરભાઈ પટેલ, પી.આઈ. બી.ટી. ગોહેલ, પી.આઈ મયુરધ્વજ સિંહ સરવૈયા, પી. આઇ. આર. જી. બારોટ, પી.એસ.આઇ તુષાર પંડ્યા, ગોધરાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કોર્પોરેટર જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, નીતિનભાઈ રામાણી નિલેશભાઈ જલુ, કિર્તીબા રાણા, યોગેશભાઈ ભુવા ભરતભાઈ સવસેટા, યુવા મોરચાના કિશનભાઇ ટીલવા, શૈલેષભાઈ ડાંગર, લલીતભાઈ વાડોલિયા, હેમાંગ પીપળીયા, દર્શન પંડ્યા, યશરાજસિંહ પરમાર, ડો. હિતેશ આસોદરીયા ડો. પરેશ કાછડ, નિખિલભાઇ ગજેરા વિનુભાઈ ટાંક, વિશાલ પટેલ, પ્રદીપસિંહ ઝાલા, મયુરસિંહ રાણા (સમય મીરર), ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા , પ્રકાશસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા,માધવરાજસિંહ જાડેજા, છખઈ જોષી સાહેબ, રાજેશ્રીબેન ડોડિયા, રાજકોટ કમલમ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, ક્રેડિટ બુલ્સના યશ સોલાની વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સહિયર રાસોત્સવમાં સંગીત ગ્રુપ તેજસ શિશાંગિયા પ્રસ્તુત જીલ એન્ટરટેનમેન્ટ ના સથવારે સુપરહિટ હિતેશ ઢાંકેચાએ તાલ સાથે ટીટોડો, સનેડો, ડાકલા, બોલીવુડ – ટીમલી સાથે રાહુલ મહેતા તથા અપેક્ષા પંડ્યાના કંઠે પારંપરિક રાસની રંગતથી ખેલૈયાઓ મન મૂકીને રાસની રંગત જમાવી હતી. જેમાં સહિયર નહીં દેખા તો કુછ નહી દેખા અપેક્ષા પંડ્યાના કંઠેથી ગવાયેલું આ ટ્રેન્ડિંગ વાયરલ થયું હતું