પોલીસ પર હુમલો કરી સરકારી રાયફલ ઝુંટવી લઈ પાંચ વર્ષથી નાસતા ફરતા પરપ્રાંતિય આરોપીને પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસ અરવલ્લીએ દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આંતરરાજ્ય સર હદે રાજસ્થાનના બોરનાલા તેમજ પાલીસોડા પહાડી જંગલ વિસ્તારમાં કેમ્પની વાૅચ રાખી પોલીસ પર હુમલો કરી, સરકારી ઈન્સાસ રાયફલ ઝુંટવી લેવાના તેમજ પ્રોહીબિશનની ગુનાખોરીમાં સંડોવાયેલ છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા પરપ્રાંતિય આરોપીને આજરોજ પેરોલ ફ્લો સ્કવોર્ડ અરવલ્લીના પોલીસ સબ ઇન્સ્પેકટર કે એસ સિસોદીયા અને તેમના સ્ટાફના માણસો સાથે રાજસ્થાન રાજ્યની સરહદે શામળાજી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે, શામળાજી પોલીસ મથક અને મોડાસા રૂરલ પોલીસ મથકનો છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો પરપ્રાંતિય આરોપી રાજસ્થાન રાજ્યની સરહદ પર બોબી માતાના મંદિર બાજુથી શામળાજી પોલીસ મથક વિસ્તારના જાંબુડી ગામ નજીક મોટરસાયકલ પર આવી રહ્યો છે. જેથી પોલીસે નાકાબંધી કરી આરોપી કલ્પેશ હોથા રાજસ્થાનનાને મોટરસાયકલ સાથે ઝડપી લઈ શામળાજી પોલીસને સોંપવામાં આવ્યો છે.

  • અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.