સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના થી સાબરકાંઠા જીલ્લા ના પ્રાતિજ-તલોદ તાલુકાઓના નવા ભરતી કરવા માં આવેલ ૧૦૦ થીવધુ ગ્નામ રક્ષકદળના પુરુષ તેમજ મહિલા સભ્યો ૧૫ દિવસના તાલીમ કેમ્પનું આયોજન તલોદ તાલુકાના સલાટપુર ચોકડી ઉમીયા ધામ ખાતેના ગ્નાઉન્ડ માં કરવામાં આવેલ છે જેમા પુરુપ મહિલા જવાનોને પદ કવાયત, પી.ટી. ની તાલીમ પોલીસદળ ના ચુનંદા ઇન્સ્ટ્રકટર દ્રારા આપવામાં આવી રહી છે,તાલીમ લીધા પછી સભ્યોની સેવાઓ કાયદો વ્યવસ્થા જાળવવામાં આવશે. ગ્નામ્ય કક્ષાએ બત્રે તાલુકાઓ માં કાયદો વ્યવસ્થા વધુ સદ્રઢ બનશે, આ તાલીમ કેમ્પમાં આર.એન.આહિર પો.સ.ઈ.જી.આર.ડી શાખા, કે.એમ.ઞાલા, જુની.કલાકૅ,જે.કે.પટેલ, તાલુકા માનદ અધિકારી તલોદ,પોલીસ દળના આસી.ડ્રીલ ઇંન્સ્ટ્રકટર એસ.ડી. જાડેજા, પૂનમબા જે.રાઠોડ, યુ.જે.પટેલ. એચ.આર.પટેલ, તેમજ આઇ.ડી. પ્રજાપતિ, તાલુકા માનદ આધિકારી હિંમતનગર દ્રારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

  • અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા