ખાસ-ખબર સંવાદદાતા
કુદરતે કોઈને કોઈ નાની મોટી ખામી રાકી દઈ આ દુનિયામાં જન્મ લેનાર અનેક દિવ્યાંગ બાળકોનો ઉછેર સંભાળ જન્મ આપનાર માતા પિતા પણ ન રાખી શકનાર તેમજ અનાથ દિવ્યાંગ બાળકોને તરછોડી દેનાર ભુલકાઓને માટે જુનાગઢની નજીક વિજાપુરના પાટીયા પાસે સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે 0થી 18 વર્ષના અત્યંત દિવ્યાંગ બાળકોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારના જણાવ્યા મુજબ જેનું આ દુનિયામાં કોઈ જ નથી અત્યંત અપંગ દિવ્યાંગ બાળકોને અહીં પોતાનું ઘર છે તે રીતે ઉછેર કરવામાં આવી રહ્યો છે. અહીં હાલ આવા 86 દિવ્યાંગ બાળકો આ સંસ્થામાં આશ્રયસ્થાન લઈ રહ્યા છે.
જુનાગઢ એસ.પી. હર્ષદ મહેતાએ દિપાવલીના નવલા દિવસોમાં ગત તા.12ના દિવ્યાંગ બાળકો સાથે રહી દિવાળીનો હેવાર મનાવ્યો હતો. બાળકો સાથે ગોષ્ટી કરી આઈસ્ક્રીમ અપાવી દીપાવલીની શુભેચ્છા પાઠવી હતી.
તેમજ જુનાગઢ ડીવાયએસપી હીતેષ ધાંધલ્યા એસઓજી પીઆઈ એ.એમ. ગોહીલ તાલુકા પીએસઆઈ એસ.એ. ગઢવી પણ સાથે રહ્યા હતા.
મહેન્દ્રભાઈ પરમારના જણાવ્યા મુજબ આ સંસ્થાની કામગીરી બાળકોની લેવાની સાર સંભાળ જોઈને એસપી હર્ષદ મહેતા ભાવવિભોર થયા હતા તેમણે જણાવ્યું હતું કે જયાં જરૂરત પડે ત્યાં હંમેશા મદદ માટે તત્પરતા દર્શાવી હતી. અને પ્રભાવિત
થયા હતા.
દિવાળીના તહેવારોમાં સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ બાળકોની મુલાકાત લેતા જૂનાગઢના S.P. હર્ષદ મહેતા
