ખાસ-ખબર સંવાદદાતા
હોલીવુડની ફિલ્મ ‘થોર’ અને એસએસ રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’માં વિલનની ભૂમિકા ભજવનાર એકટર રે સ્ટીવન્સનનું 58 વર્ષની વયે નિધન થયુ છે. સ્ટીવન્સનનો જન્મ 1964માં ઉતરી આયર્લેન્ડના લિસ્બર્નનો થયો હતો. તેમણે રંગભૂમિમાં તાલીમ લઈને વર્ષો સુધી બ્રિટીસ ટેલીવિઝનમાં કામ કર્યુ હતું. 1998માં તે પણ ‘પાઉલ ગ્રીનગ્રાસ’ ફિલ્મથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. 2004માં તે ‘કિંગ આર્થર’માં ચમકયો હતો. તેણે પ્રિ-ડિઝની મારવેલ એડોપ્ટેશન ‘પનીશર: વોર ઝોન’માં લીડ રોલ કર્યો હતો. મારવેલની અન્ય ફિલ્મ ‘થોર’માં તેણે વોલ્સ્ટેગની ભૂમિકા ભજવી હતી. તેની સ્ટાર્ઝ સીરીઝ ‘બ્લેક સેઈલ્સ’ બ્લોક બસ્ટર રહી હતી. તે ડિઝની પ્લસ પર ઓગષ્ટમાં રિલીઝ થનારી સીરીઝ ‘અશોકા’માં પણ બાયલત સ્કોલના રોલમાં ચમકવાનો હતો.
‘RRR’ અને ‘થોર’ ફેમ હોલિવુડના એકટર રે સ્ટીવન્સનનું 58 વર્ષે નિધન
