ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રોપ વે સેવાને બંધ કરવામાં આવી હતી. પર્વત પર પવનની ગતિ વધતાં રોપ વે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો અને પવનની ગતિ પણ તીવ્ર બની છે. જેથી સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ રોપવે સેવા મુસાફરો માટે બંધ કરવામાં આવી છે.
ગિરનારમાં હાલ પવની ગતિ તેજ છે. જેથી સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, હાલ ખાસ કરીને ગિરનાર શિખર પર પ્રવાસીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ હાલના સમયમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પ્રવાસ માણવા માટે જૂનાગઢ જિલ્લામાં આવી રહ્યા છે. જેથી પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ જ જોવા મળી રહી છે. આ વચ્ચે આજે વહેલી સવારથી જ રોપવે બંધ કરાતા પ્રવાસીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. હાલ જ્યારે ગિરનાર પર્વત પર ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. તીવ્ર ગતિના પવનમાં રોપ વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.