દાવો : 27 વર્ષની મહિલા અને 60 વર્ષની વૃદ્ધાને સમસ્યા હતી, સારવાર દરમિયાન સ્તન કાઢવાની જરૂર ન રહી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
- Advertisement -
દેશમાં પ્રથમ વખત સ્તન કેન્સરથી પીડિત મહિલાઓ માટે રોબોટિક સર્જરી કરવામાં આવી છે. દિલ્હીની એક ખાનગી હોસ્પિટલે આ દાવો કર્યો છે. હોસ્પિટલે જણાવ્યું હતું કે બે મહિલાઓના સ્તનોને ટિશ્ર્યુ રિક્ધસ્ટ્રક્શન સાથે સાચવવામાં આવ્યા હતા. સર્જરી દરમિયાન મહિલાઓના સ્તન કાઢવાની જરૂર નહોતી. પંજાબી બાગ સ્થિત સી.કે. બિરલા હોસ્પિટલના ઓન્કોલોજી સર્જરી વિભાગના ડાયરેક્ટર મનદીપ સિંહ મલ્હોત્રાએ જણાવ્યું કે ડિલિવરી પછી 27 વર્ષીય મહિલાને સ્તનમાં ગાંઠ થઈ હોવાની ફરિયાદ હતી.
ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન સ્તનમાં આવા ફેરફારો દેખાય છે, પરંતુ મહિલા તેની સમસ્યાને અવગણતી રહી. તબીબી તપાસમાં પ્રારંભિક તબક્કામાં સ્તન કેન્સર હોવાનું બહાર આવ્યું હતું. આ પછી મહિલા કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી અને કુદરતી પૂરવણીઓ આપવામાં આવી હતી. કીમોથેરાપી ગાંઠને સંપૂર્ણપણે દૂર કરવામાં મદદરૂપ છે. કોઈપણ ગૂંચવણો વિના રોબોટિક સહાયથી પેશી પુન:નિર્માણ સહિત સ્તન સાચવવાની શસ્ત્રક્રિયા કરાઈ.
કેન્સરને કારણે તેના બંને સ્તનો કાઢી નાખવામાં આવશે તેવી મહિલાને ચિંતા હતી. જોકે રોબોટિક સર્જરીમાં આવું બન્યું નહિ અને સારવાર બાદ મહિલાએ બાળકને ફરીથી સ્તનપાન કરાવ્યું. અન્ય એક કિસ્સામાં, 60 વર્ષીય મહિલાની સ્તન કેન્સરની સર્જરી આ જ તકનીકનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી. સ્તનમાં ત્રણ ગઠ્ઠો હતા. મહિલા હવે સ્વસ્થ જીવન જીવી રહી છે. ડોક્ટરે કહ્યું કે આ એક દુર્લભ પ્રકારની સર્જરી છે, જેમાં લેટિસિમસ પ્લાન્ટર રિક્ધસ્ટ્રક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. શસ્ત્રક્રિયામાં રોબોટ્સની મદદથી, સર્જરી વધુ સચોટ બને છે અને કટ કે અન્ય કોઈ માર્ક ઓછું થાય છે. રોબોટને બગલમાંથી સ્તનમાં દાખલ કરવામાં આવે છે, જે પેશીઓને દૂર કરે છે અને સ્તનનું પુન:નિર્માણ કરે છે. આ પ્રક્રિયામાં સ્તનની ત્વચાને નુકસાન થતું નથી.