ખાસ-ખબર સંવાદદાતા
તાલાળા બેઠકનાં ભાજપના ઉમેદવાર ભગવાન બારડે બાદલપરા ગામે મતદાન કર્યુ હતુ. અને જણાવ્યું કે, અહીંના મતદારો મને ભવ્ય જીત અપાવશે અને સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાની ચારેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે. તેમ ભગવાન બારડે ગુજરાતમાં પૂર્ણ બહુમતીથી ભાજપ લીડ હાંસલ કરી જીતશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
એજ રીતે 90-સોમનાથ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર વિમલભાઈ ચુડાસમાએ પોતાના માદરે વતન ચોરવાડથી મતદાન કર્યું. સોમનાથ વિધાનસભાના ઉમેદવાર વિમલ ચુડાસમાએ બુથ ઉપર જઈ નિરીક્ષણ પણ કર્યું હતું.
કાજલી, આજોઠા, વેરાવળ સહિતનાં વિસ્તારઓમાં મતદાન બુથોની લીધી મુલાકાત. વિમલ ચુડાસમાએ પોતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકો મને જંગી બહુમતીથી વિજય બનાવશે.
જયારે 90-સોમનાથ વિધાનસભાના ભાજપના ઉમેદવાર માનસિગભાઈ પરમારએ મતદાન કર્યું હતુ. માનસિંગ પરમારે પોતાની માતા સાથે મતદાન કર્યુ હતુ. વેરાવળ તાલુકાના કાજલી મુકામે મતદાન કરતા માનસિંગભાઈ પરમારે આશા વ્યક્ત કરી હતી કે મારો જંગી બહુમતીથી વિજય થશે અને સત્તા પર આવતા સોમનાથ દાદાના સાંનિધ્યમાં કમલને આશીર્વાદ મળશે તેવી પ્રતિક્રિયા આપી હતી.
- Advertisement -
તેમજ તાલાળા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર માનસિંગ ડોડીયા એ મતદાન કર્યું હતુ. કોડીનાર શહેર માં રામનગર પ્રાથમિક શાળા ખાતે પોતાનું મતદાન કર્યું હતુ.
તાલાળા કોંગ્રેસના ઉમેદવાર માનસિંગ ડોડીયા એ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી., અને પોતે જંગી બહુમતિ થી જીતશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.