મેલેરિયાના 2, ચિકનગુનિયાના 4, શરદી-ઉધરસના 693, સામાન્ય તાવના 54, ઝાડા ઉલટીના 175 કેસ નોંધાયા
મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 336 અને કોર્મશિયલ 79 આસામીને નોટિસ અપાઈ: 60 આસામી પાસેથી 62700નો દંડ વસૂલાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં શિયાળાની શરૂઆત થતા જ મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. જેમાં ડેન્ગ્યુના 11, મેલેરિયાના 2કેસ સાથે સામાન્ય તાવના 54, શરદી ઉધરસના 693 અને ઝાડા ઉલ્ટીના 175 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુન રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 721 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 336 અને કોર્મશિયલ 79 આસામીને નોટિસ તથા 60 આસામી પાસેથી 62700નો વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવ્યો હતો.
4121 ઘરમાં ફોગિંગ
રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડવર્કર – 56, અર્બન આશા – 415 અને વી.બી.ડી વોલેન્ટીયર્સ 115 દ્વારા તા.02/10/23 થી તા.08/10/23 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 83,013 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 4124 ઘરોમાં ફોગીંગ કામગીરી કરી હતી.