વિસાવદરની જાણીતી સેવાભાવી સંસ્થા ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા મોટાકોટડા ગામના સ્વ.પ્રવીણભાઈ કલ્યાણજીભાઈ કાનગડના આત્માના કલ્યાણ અર્થે તેમના ભાઈ કાનજીભાઈ કાનગડ તરફથી આપવામાં આવેલી ગરીબ અને જરૂરિયાત વાળા આર્થીક પછાત વિસ્તારમાં આપવા માટે જુદીજુદી રાશનકીટ તૈયાર કરી જુદા જુદા વિસ્તારમાં વિતરણ કરવામાં આવેલ હતું આ રાશનકીટ વિતરણમાં ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી તથા જાણીતા એડવોકેટ નયનભાઈ જોશી,વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટી, ઉમેશભાઈ ગેડિયા સહિતના લોકોએ શહેરના હનુમાન પરા વિસ્તારમાં આ કિટનું વિતરણ કરવામાં આવેલ હતું.
વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા રાશનકીટનું વિતરણ કરાયું
Follow US
Find US on Social Medias