રણવીર જામવાલ અને તેની ટીમ ગઇકાલે રાજકોટ ખાતે પેડક રોડ પર આવેલી સંત જ્ઞાનેશ્વર સ્કૂલ આવી પહોંચ્યા હતા. જ્યાં એમનું બેન્ડવાજા સાથે હાર તોરા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જયાંથી તેઓ જૂનાગઢ ખાતે રવાના થયા હતાં અને આજે વહેલી સવારે ગિરનાર શિખર પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભારત સરકારના ગૃહ વિભાગ હેઠળની દ્વારા આઝાદી કા અમૃત શિખર અને જી-20 અંતર્ગત હર શિખર તિરંગા કાર્યક્રમ 8 ગુજરાત એન સી.સી.બટાલિયન, બીલખા રોડ, જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં જેમાં એનસીસીના કેસેટ્સ અને પર્વતારોહી સાથે ગઈંખઅજના ડાયરેક્ટર રણવીર સિંઘ જમવાલ મળ્યા હતા અને દેશ સેવા માટે સૌને પ્રોત્સાહન કરી 76માં સ્વતંત્ર દિન ઉજવણી પ્રસંગે અમૃત કાલના પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
- Advertisement -
NIMASના ડાયરેક્ટર રણવીર સિંઘ જમવાલના નેતૃત્વમાં દેશમાં ક્યારેય ના થયું હોય એવા મિશન હર શિખર તિરંગા નું આયોજન થયેલ છે. તેઓ વિશિષ્ટ સેવા મેડલ થી બે વાર સન્માનિત થયેલ છે , તેમજ પહેલા આર્મી ઓફિસર છે કે જેઓ એ 7 ખંડના ઉચ્ચ શિખરો સર કરેલ છે તેમજ વિશ્વનું ઊંચું શિખર એવરેસ્ટને 3 વાર સર કરેલ છે. તેમજ દેશનો સાહસ ક્ષેત્ર નો સૌથી મોટો તેનજીંગ નોર્ગે એવોર્ડથી 2013માં સન્માનિત થયેલ છે ભારતના દરેક રાજ્યના ઉચ્ચતમ શિખર પર તિરંગો ફરકાવી દેશના વીરોને યાદ કરવાના આ મિશનમાં આજ રોજ વહેલી સવારે 5.00 વાગ્યે ભવનાથ ખાતેથી ગિરનારના ઉચ્ચ શિખર પર તિરંગો લહેરાવી તિરંગાની શાન વધારી હતી જેમાં ગઈંખઅજની ટીમ સાથે સ્થાનિક પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢના માનદ ઈન્સ્ટ્રક્ટરો તથા રાજ્યના પર્વતારોહી ભાઈઓ અને બહેનો જોડાયા હતા.
કર્નલ રણબીર સિંહ 3 વખત એવરેસ્ટ સર કરી ચૂક્યા છે અને વિશ્વના 7 સૌથી ઊંચા શિખર સર કરી ચૂકેલા એકમાત્ર ભારતીય છે. આજે તેમનો ઉલ્લેખ એટલા માટે કે તેમણે જ ગયા મહિને ભારતીય સૈન્યને પેન્ગોન્ગ વિસ્તારના તે શિખરો સુધી પહોંચાડ્યું કે જેના કારણે ચીન સ્તબ્ધ છે. બ્લેક ટોપ, હેલમેટ ટોપ, ગુરંગ હિલ, મુકાબારી હિલ, મગર હિલ પર સ્ટ્રેટેજિક પોઝિશન લેવા માટે સૈન્યએ તેમને ડિપ્લોય કર્યા હતા.
- Advertisement -
રણવીર જામવાલ અને એમની ટીમ ગઇકાલે પેડક રોડ પર આવેલી સંત જ્ઞાનેશ્વર સ્કૂલ આવી પહોંચ્યા હતા. જ્યાં એમનું બેન્ડવાજા સાથે હાર તોરા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ હાથમાં તિરંગો ફરકાવીને આ સાહસિક ટીમને આવકાર આપ્યો હતો. કેપ્ટન રણવીર જામવાલ અનેક એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે એમને 2014માં રાષ્ટ્રપતિના હસ્તે વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો તેઓ સાથે સાત ખંડના ઊંચા શિખરો સર કરી ચૂક્યા છે એમને સાહસ માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર તે નઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.