ખેડૂતોને બજારમાં મણ દિઠ માત્ર 50થી 70 રૂપિયા મળી રહ્યાં છે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં પંથકમાં આ વર્ષે ખેડૂતોએ શિયાળુ પાકમાં મગ, અડદ, તલ, બાજરી, ડુંગળી, લસણ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. મોટા ભાગનો પાક તૈયાર થઈ ગયો છે. જો કે, અમુક જણસના પુરતા ભાવ ન મળતા હોય. ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે. સરકાર દ્વારા પોષણક્ષમ ભાવ આપવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.
ભેંસાણ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ખેડૂતોએ લસણ ઉપરાંત ડુંગળીનાં પાકનું પણ બહોળા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. અને ચાર મહિનાની સખત મહેનત બાદ આ પાક તૈયાર થઈ ચૂક્યો છે. પરંતુ ખુલ્લા બજારમાં મણ દિઠ માત્ર 50 થી 70 રૂપિયા જ ભાવ મળતો હોય. ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. અને ખેડૂતોએ કહ્યું હતું કે, સરકાર મણ દિઠ માત્ર 2 રૂપિયાની સહાય જાહેર
કરી છે.
તે યોગ્ય નથી. જેથી યોગ્ય ભાવ મળી રહે એવી વ્યવસ્થા કરવા માંગ પણ કરી હતી.તેમજ ભેંસાણ તાલુકાનાં રાણપુરનાં ખેડુતે 8 વિઘામાં વિઘે 15 હજારનો ખર્ચ કરી ડુંગળીનું વાવેતર કર્યુ હતું. તેમજ કાપણીનાં રૂપિયા પણ નિકળતા ન હોય ખેડુતે પોતાનાં ખેતરમાં 800 ઘેટા બકરા ચરાવી દીધા હતાં.