ભારત સરકાર દ્વારા સ્ત્રી-પુરૂષ જાતિદર રેશીયો નિયંત્રણમાં લેવા દિકરી જન્મને પ્રોત્સાહીત કરવા અને દિકરીઓના શિક્ષણ અને સુરક્ષા માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અમલી છે.
“બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ અન્વયે રચાયેલી રાજકોટ જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનની અધ્યક્ષતામાં તા. ૨૧/૦૬/૨૦૨૧ના રોજ સાંજે ૫-૩૦ કલાકે કલેકટર કચેરી ખાતે યોજાશે. જેમાં કમીટીના સભ્યશ્રીઓ એવા સબંધીત વિભાગોના અમલીકરણ અધિકારીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.