By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 day ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 day ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    5 hours ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    5 hours ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    5 hours ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    6 hours ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    5 hours ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 day ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ બન્યું ‘રામમય’: વિન્ટેજ કારના કાફલા સાથે રામકથાની પોથીયાત્રા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ બન્યું ‘રામમય’: વિન્ટેજ કારના કાફલા સાથે રામકથાની પોથીયાત્રા
રાજકોટ

રાજકોટ બન્યું ‘રામમય’: વિન્ટેજ કારના કાફલા સાથે રામકથાની પોથીયાત્રા

Khaskhabar Editor
Last updated: 2024/11/28 at 2:08 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે આજથી શહેરના રેસકોર્સ મેદાનમાં મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેવામાં કથા પૂર્વે સવારે વાજતેગાજતે પોથીયાત્રા નીકળી હતી. મુંજકામાં પોથી પૂજન બાદ વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ પોથી યાત્રાનો મોરારિબાપૂએ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં 2000 જેટલી બહેનોએ મસ્તક પર પોથી રાખી પગપાળા યાત્રા કરી હતી. જેમાં ઠેર-ઠેર બનેલા સ્વાગત સ્ટેજ પર ભગવાન શ્રીરામના ગીતો ગૂંજ્યા હતા. આ તકે પોથીયાત્રામાં જોડાયેલા બાળકો ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતા બન્યા હતાં તો અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ પણ જોવા મળી હતી. શહેરના રસ્તા ઉપર નીકળેલી આ પોથીયાત્રાથી સમગ્ર રાજકોટ જાણે રામમય બન્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું.

- Advertisement -

આ તકે પોથીયાત્રા પૂર્વે મુંજકામાં પરમાત્માનંદ સરસ્વતીજીનો આશ્રમ આર્ષ વિદ્યામંદિર ખાતે સવારથી જ દિવ્ય માહોલ, પક્ષીઓના કલરવ, હરિયાળી વચ્ચે પોથી પૂજન કાર્યક્રમનો સોમેશ્વર મહાદેવ મંદિરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગુરૂ શરણાનંદી (રમણ રેતી), પરમાત્માનંદજી અને મોરારિબાપુએ ઉપસ્થિત રહી શ્લોક ગાન સાથે અને વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત-વૈદોકત મંત્રોચ્ચાર સાથે પોથીજીનું પૂજન કરાયું હતું. આ પોથીપૂજનમાં 50થી વધુ યજમાનોએ લહાવો લીધો હતો.

આ વૈશ્વિક રામકથાની શરૂઆત પૂર્વે પ્રથમ ચરણ એવુ પોથીપૂજન બાદ ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. આ પોથીયાત્રા વિરાણી હાઈસ્કુલ ગ્રાઉન્ડથી શરૂ કરી હેમુ ગઢવી હોલ, દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફનવર્લ્ડ, બહુમાળી ભવન, પોલીસ હેડ કવાર્ટર ચોકથી રેસકોર્ષ ગ્રાઉન્ડ કથા સ્થળ પહોંચી હતી. આ પોથીયાત્રામાં 2000 બહેનો રામચરિત માનસની પોથીઓને પોતાના મસ્તક ઉપર બીરાજમાન કરી પોથીયાત્રામાં જોડાઈ હતી. સાથે ડી.જે, બેન્ડની સુરાવલિઓ, નાશીક ઢોલ, તરણેતરની રાસમંડળીઓ, બગીની જમાવટ, હાથી, ઘોડાએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતુ. ખોડલધામ મહિલા મંડળની 751 બહેનો દ્વારા પોથીયાત્રામાં પોથીયાત્રાનું પેકિંગ અને ડેકોરેશન ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતુ. પ્રમુખ સ્મિતાબેન કાપડિયા, વિલાસબેન રુપારેલીયા, ચંદ્રિકાબેન ચોવટીયા, રશ્મિબેન નોંધણવદરા સહિતના જોડાયા હતા.

કથાથી દેશમાં મોટો સંદેશો જશે: મોરારિબાપુ
રાજકોટમાં રામકથા પહેલા મોરારિબાપુએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 12 વર્ષ બાદ રામકથાનુ આયોજન કરવામાં આવ્યું છે અને એ પણ સદ્દભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે છે. આ કથાથી દેશમાં મોટો સંદેશો જશે. જેની મને પ્રશંસા છે. જ્યારે રાજકોટના જામનગર રોડ ઉપર રામપર ગામે રૂ. 300 કરોડના ખર્ચે દેશનું સૌથી મોટું સદભાવના વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યું છે અને તેના લાભાર્થે રામકથા યોજાઈ રહી છે ત્યારે તેના માર્ગદર્શક અને સંરક્ષક તેવા ડો. પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, મોરારિ બાપુએ બહુ પ્રેમથી ટૂંકી મુદતમાં અમને રામકથા આપી છે. જેને લીધે અમે બાપુનો આભાર માનીએ તેટલો ઓછો છે.

- Advertisement -

You Might Also Like

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માસિક 15% વળતરની લાલચ આપી 8 લોકો સાથે 31 લાખની છેતરપિંડી
Next Article બે ચેક રિટર્નની ફરિયાદમાં આરોપીને એક વર્ષની કેદ તથા વળતર ચૂકવવાનો હુકમ ફરમાવતી કોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?