કાંગશિયાળીથી ગોંડલ ચોકડી, ન્યારી ડેમ પાટીયાથી જડુસ બ્રીજ, પરાપીપળીયાથી માધાપર ચોકડી સહિતના પોઈન્ટ પર સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
સ્વચ્છ ભારત મિશન-2.0 અંતર્ગતરાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અનેસુંદરતામાં વધારો કરવાના આશય સાથે એક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ તથા રોડની ખુબ જ સારી રીતે સફાઈ થાય તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુનિશ્ર્ચિત કરવામાં આવી છે તેમ મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને સેનિટેશન સમિતિના ચેરમેન નીલેશભાઈ જલુએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. શહેરના મુખ્ય કુલ 6 એન્ટ્રી પોઈન્ટ જેમાં (1) ગોંડલ ચોકડી – કાંગશિયાળી થી ગોંડલ ચોકડી, (2) કાલાવડ રોડ ન્યારી ડેમ પાટીયા થી જડુસ બ્રીજ (3) પરાપીપળીયાથી માધાપર ચોકડી (4) મોરબી રોડ બેડી ચોકડી થી ગ્રીનલેન્ડ ચોકડી (5) કુવાડવા રોડ -ઈંઘઈ ગેસના પ્લાન્ટ થી ગ્રીનલેન્ડ ચોકડી (6) કોઠારિયા રોડ થી કોઠારિયા ગામ કુલ 6 એન્ટ્રી પોઈન્ટની 5 કી.મી સુધી સઘન સફાઈ કરવામાં આવશે.
- Advertisement -
વોર્ડ દીઠ એન્જિનિયર, ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર અને સેનેટરી સબ ઇન્સ્પેકટરની ટીમની રચના
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન-2.0 અંતર્ગત શહેરની સ્વચ્છતા માટે એક વિશિષ્ટ આયોજન કરવામાં આવેલ છે. આ માટે જુદાજુદા વિસ્તારો અને માર્ગો માટે વરિષ્ઠ અધિકારીઓના નેતૃત્વ હેઠળ એક એક કમિટીની રચના કરવામાં આવેલ છે. જેમાં વોર્ડ પ્રભારી, વોર્ડ એન્જી., વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર અને સેનેટરી સબ ઇન્સ્પેકટરનો સમાવેશ થાય છે.