રાજકોટની વિવિધ સહકારી બેંકોમાં દસકાથી વધારે સમયથી સેવા પ્રદાન કર્યું છે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ગૌરવવંતુ નામ ધરાવતી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી.ની ગૌરવગાથામાં આજે એક નવું પરિમાણ ઉમેરાયું છે. ભારતભરની રૂા. 2000 કરોડથી વધારેની ડીપોઝીટ ધરાવતી મોટી સાઈઝની અનેક કો-ઓપરેટીવ બેંકોના અધિકારીઓ-પદાધિકારીઓ પૈકી જુલીબેન સાવલીયાની ’વુમન લીડર ઓફ ધ યર’નાં પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદગી કરી એવોર્ડથી નવાઝવામાં આવેલા છે.
તાજેતરમાં ગોવા મુકામે બેંકીંગ ફ્રન્ટીયર દ્વારા આયોજીત રાષ્ટ્રીય કક્ષાનો કો-ઓપરેટીવ બેંકીંગ સેક્ટર માટે ઋઈઇઅ-2023 ફ્રન્ટાયર્સ ઇન કો-ઓપરેટીવ બેંકીંગ એવોર્ડ સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં એવોર્ડ વિવિધ કેટેગરી પૈકી બેંકના ચેરપર્સન કે સી.ઈ.ઓ. તરીકે કાર્યરત હોય તેવા ’લેડી લીડર્સ’ પૈકી ’વુમન લીડર ઓફ ધ યર’નાં એવોર્ડ માટે જુલીબેન સાવલીયાની પસંદગી થતાં બેંકમાં ખૂબ જ હર્ષોલ્લાસ છવાઈ ગયો છે.
જુલીબેન સાવલીયા ફાયનાન્સ એન્ડ બેંકીંગ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ગણાતા ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરી ડીગ્રીઓ મેળવવાની સાથે ઇંઉઋઈ બેંક જેવી પ્રાઈવેટ સેક્ટરની પ્રતિષ્ઠિત બેંક સહિત રાજકોટની વિવિધ સહકારી બેંકોમાં દશકાથી વધારે સમયથી સેવા પ્રદાન કરેલું છે અને કોર્પોરેટ ગર્વનન્સના સિધ્ધાંતોના પરિપેક્ષમાં સીનીયર લેવલે બેંકોના સંચાલનનો બહોળો અનુભવ ધરાવે છે. તાજેતરમાં બેંકમાં અમલમાં મુકવામાં આવેલ ઇનોવેટીવ બિઝનેસ સ્ટ્રેટેજીઝ અને અદ્યતન ટેકનોલોજીથી બેંકીંગ ક્ષેત્રે ચાલતી ગળાકાપ હરિફાઈના સમયમાં પણ બેંકના બિઝનેસમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ સેરેમનીમાં અનેક બેંકોના અધિકારીઓ / પદાધિકારીઓની હાજરીમાં ગોવા મુકામે જુલીબેન સાવલીયાએ બેંકના એચ.આર. હેડ ભિષ્મરાજસિંહ ઝાલા તથા આઈ.ટી. હેડ હરપાલસિંહ ઝાલા સાથે આ એવોર્ડ સ્વીકારી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. તથા સમગ્ર સહકારી ક્ષેત્રનું ગૌરવ વધાર્યું છે.