ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વાસીઓના દુ:ખ દૂર કરતા દાદા એટલે બાલાજી હનુમાનજી મહારાજ, કહેવાય છે કે ઈરછાઓ સઘળી ફળે જેને મહાપ્રતાપી બાલાજી દાદાના આર્શીવાદ મળે, આવા મહાપ્રતાપી દાદા રાજકોટની પાવન ધરામાં બિરાજમાન છે ત્યારે નવરાત્રીના તહેવાર અને આજ શનિવારના પવિત્ર દિવસે બાલાજી દાદાને કેળીયા અને રંગબેરંગી પુષ્પોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે, આ કેડિયાનાં દિવ્ય શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, દાદાના આ અલૌકિક અને દિવ્ય દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે, આજે સાંજે રાજોપચાર પદ્ધતિથી થતી આરતીનો હજારો ભક્તો અલભ્ય લાભ લેશે, આપ પણ પરિવાર સાથે રાજોપચાર પધ્ધતિથી થતી બાલાજી દાદાની આરતીનો અલભ્ય લાભ લો તેમ બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે અને આપ લાઈવ આરતી પણ શક્ષતફિંલફિળના માધ્યમથી ફિષસજ્ઞિં બફહફષશ વફક્ષીળફક્ષષશના શમ પર નિહાળી શકો છો.