પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. બલુચિસ્તાનમાં અનેક જિલ્લાઓમાં સોમવારથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તેના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ હતી. બલુચિસ્તાનમાં 200થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે અને વરસાદને કારણે લગભગ 2 હજાર જાનવરો માર્યા ગયા છે. બલુચિસ્તાનમાં ભારે વરસાદને કારણે નદીઓમાં અચાનક પૂર આવી ગયા હતા અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
ઙઉખઅના ડાયરેક્ટરે જણાવ્યું કે, બલૂચિસ્તાન પ્રાંતના ઘણા જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. મુશળધાર વરસાદમાં અનેક લોકો ઘાયલ થયાના બનાવો પણ બન્યા છે. ઙઉખઅ અનુસાર એવી આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે બલૂચિસ્તાન પ્રાંતના દૂરના વિસ્તારોમાં અચાનક પૂરના કારણે ઘણા લોકો હજુ પણ ગુમ છે. નાસરે કહ્યું કે ક્વેટા જિલ્લામાં 300થી વધુ કાચા મકાનોને નુકસાન થયું છે.