તાલાલા પંથકના સાંગોદ્વા ગીર,ધણેજ વિસ્તારમાં નદી-નાળા છલકાયાં
હિરણ નદીમાં પાણીની આવક થતાં હિરણ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા પંથકમાં સવારથી શરૂ થયેલ ભારે ગરમી અને બફારા બાદ બપોરે પછી વરસાદ શરૂ થયો હતો.આંકોલવાડી ગીર,ધાવા ગીર, સાંગોદ્વા ગીર,ચિત્રાવડ ગીર અને ધણેજ વિસ્તારના ગામોમાં મુશળધાર 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં આ વિસ્તારના નદી-નાળા માં પુર આવ્યા હતા. તાલાલા પંથકમાં બીજા દિવસે મોટાભાગના ગામોમાં 3 ઈંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.તાલાલા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થતાં મગફળી,સોયાબીન વિગેરે ખરીફ પાકને મબલખ ફાયદો થયો છે.



