– રાહુલ ગાંધીને લઇને દિલ્હીમાં લાગ્યા પોસ્ટર
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે. કોંગ્રેસ આ અવસર પર મોટો દેખાવ કરવા જઈ રહી છે. રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના તમામ સાંસદો, વર્કિંગ કમિટીના સભ્યો અને અગ્રણી નેતાઓ પણ ED ઓફિસ જશે.
- Advertisement -
दिल्ली में कांग्रेस नेता राहुल गांधी के आवास के बाहर उनके पोस्टर लगाए गए।
सांप्रदायिक तनाव और क़ानून-व्यवस्था की स्थिति को देखते हुए कांग्रेस पार्टी के नेता और कार्यकर्ता कल AICC मुख्यालय से ED कार्यालय तक रैली निकालेंगे। pic.twitter.com/XWHYghIbRt
— ANI_HindiNews (@AHindinews) June 12, 2022
- Advertisement -
રાહુલ ગાંધી આજે કેન્દ્રીય તપાસ એજન્સી ED સમક્ષ હાજર થશે
નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેન્દ્રીય તપાસ એજન્સી ED સમક્ષ હાજર થવાના છે. પરંતુ, આ પહેલા જ્યાં રાહુલ ગાંધીના ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યાં ED ઓફિસની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
#WATCH | Delhi Police detain Congress leaders amid sloganeering in support of party leader Rahul Gandhi ahead of his appearance before ED today in the National Herald case.
Visuals from outside AICC headquarters, Delhi pic.twitter.com/3MijfyFO4n
— ANI (@ANI) June 13, 2022
આ દરમિયાન રાહુલના ઘરની સામે એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. રાહુલની તસવીર સાથેના આ પોસ્ટરમાં લખ્યું છે- સત્ય ઝૂકશે નહીં. અહીં કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શનને કારણે કોંગ્રેસના ઘણા કાર્યકરો અને નેતાઓની અટકાયત પણ કરવામાં આવી છે.
Delhi | Police deployment outside Congress leader Rahul Gandhi's residence ahead of his appearance before ED today in the National Herald case pic.twitter.com/TjvTaubNNe
— ANI (@ANI) June 13, 2022
શું છે નેશનલ હેરાલ્ડ કેસ
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી જામીન પર છે.નેશનલ હેરાલ્ડ 1938 માં શરૂ કરવામાં આવેલું એક વર્તમાનપત્ર હતું જે ખરેખર તો પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં મગજની ઉપજ હતું. હિન્દીમાં નવજીવન, ઉર્દુમાં કોમી અવાજ અને ઈંગ્લીશમાં નેશનલ હેરાલ્ડ એસોસીએટેડ જર્નલ દ્વારા ચલાવવામાં આવી રહ્યા હતા. ધીમે ધીમે આ ન્યૂઝપેપર્સનું વેચાણ ઓછું થઈ જતાં વર્તમાન પત્ર પર 90 કરોડનું દેવું થઈ ગાયેલું. આ દેવું ભરપાઈ કરવા માટે યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી.જેમાં મોટા ભાગની માલિકી રાહુલ ગાંધી અને કોંગ્રેસ ગાંધીનાં નામે હતી. તેમણે એસોસીએટેડ જર્નલને ખરીદી લીધી અને ત્યાંથી ફૂટ્યો કૌભાંડનો ભાંડો