એમજી રોડ પરની જવેલર્સની દુકાને મહાનગરપાલિકાએ 50 હજારનો દંડ વસુલ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જુનાગઢ મહાનગરપાલિકા માલિકીની જગ્યામાં જાહેરમાં ન્યુસન્સ કરતાં તેમજ મહાનગરપાલિકાની જગ્યામાં ટ્રાફિકને નડતરરૂપ દબાણ કરતાં દુકાનોને સીલ કરીને અને સ્થળ ઉપર રૂ.50,000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
જુનાગઢ શહેરમાં આગાખાન હોસ્ટેલ પાસે આવેલ જે ઠાકર ચા તેમજ તેની બાજુમાં આવેલ જય ઠાકરધણી ચા એન્ડ કોલ્ડ્રીક્સ, સરદાર ચોકમાં આવેલ જય બેકરી, કાળવા ચોકમાં આવેલ રજવાડી શક્તિ ચા, એમ.જી. રોડ ઉપર આવેલ જલારામ ફરસાણ દ્વારા જાહેરમાં ન્યૂસન્સ તેમજ મહાનગરપાલિકાની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર રસ્તા પૈકીની જગ્યામાં ઓટલા ચાની લારી, ગેસના ચૂલા ટ્રાફિકને નડતર રૂપ થાય તે રીતે જ્ગ્યા પર દબાણ કરી ધંધો કરતાં હોય જે દુકાનો માલિકો સામે કમિશનર ડો.ઓમ પ્રકાશ અને નાયબ કમિશનર એ.એસ.ઝાંપડા તથા ડી.જે.જાડેજા અને આસી.કમિશનર સેનિટેશન સુપ્રિટેન્ડન્ટ કલ્પેશ ટોલીયાની સૂચના પ્રમાણે ટેક્સ સુપ્રિટેન્ડન્ટ મનોજ રૂપાપરા તેમજ દબાણ અધિકારી હરેશ સોંદરવાની ટીમ દ્વારા એમ.જી.રોડ ઉપર આવેલ કે.ડી.જ્વેલર્સ પાસે સ્થળ ઉપર રૂ.50,000નો દંડ વસૂલવામાં આવેલ છે. આમ શહેરમાં નાનો મોટો ધંધો કરતાં વેપારીઓને જણાવાનું કે મનપાની પૂર્વ મંજૂરી વગર ટ્રાફિકને અડચણ રૂપ થાય તે રીતે ઓટલા કે ચા ની લારી રાખી કોઈ પણ પ્રકારે મનપાની જ્ગ્યાનું દબાણ ન કરવા એક અખબાર યાદીમાં જણાવવામાં આવે છે.