ચરખી, વિસ્ફોટક અને 60 ટન કોલસાના જથ્થા સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના ખનિજ ચોરીને ડામવા માત્ર એક અધિકારી દિવસ રાત કાર્યવાહી કરતા નજરે પડે છે. ત્યારે ખાસ કરીને કોલસાની મોટા પ્રમાણમાં થતી ચોરી અને આ ચોરી કરતા ખનિજ માફિયાઓને જાણે પડકાર ફેંકતા ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા એક બાદ એક કોલસાના કુઆ પર દરોડા કરી કરોડોનો મુદામાલ ઝડપી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા મૂળી તાલુકાના ધોળિયા ગામે ચાલતા ગેરકાયદેસર કોલસાના કુઆ પર દરોડા કર્યા હતા. શનિવારે મોડી સાંજે ધોળિયા ગામે સબ સ્ટેશન પાછળ ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન પર દરોડો કરી સાત જેટલા કોલસાના કુઆ પરથી ચરખી, બકેટ, વિસ્ફોટક જથ્થો અને 60 ટન જેટલા કોલસાનો જથ્થો એમ કુલ મળી 11 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જ્યારે પ્રાંત અધિકારીએ મોદી રાત્રિ સુધી આ મુદામાલને મૂળી મામલતદાર કચેરી ખાતે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જ્યારે પ્રાંત અધિકારી દ્વારા રાત્રીના સમયે પણ અંધારામાં કોલસાના ખનન પર દરોડા કરતા ખનિજ માફિયાઓને પણ વિચારતા કરી દેવાયા છે.