ખાસ-ખબર સંવાદદાતા
મોંઘવારીના મોરચે સામાન્ય માણસ માટે એક ખરાબ સમાચાર છે. સામાન્ય માણસને આગામી મહિનાથી મોંઘ વારીનો વધુ એક આંચકો લાગવાનો છે. એક તરફ એલપીજી સિલિન્ડર અને રાંધણ તેલ સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે હવે લોટ, બ્રેડ, બિસ્કિટ અને લોટમાંથી બનતી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવા જઈ રહ્યો છે.વાસ્તવમાં મોંઘવારીની અસર ઘઉંના ભાવ પર જોવા મળી રહી છે. ઘઉંના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે 2022માં ઘઉંના ભાવમાં અત્યાર સુધીમાં 46 ટકાનો વધારો થયો છે. હાલમાં બજારમાં ઘઉં ખજઙ કરતા 20% વધુ ભાવે વેચાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘઉંના ભાવ વધવાના કારણે બ્રેડ, બિસ્કિટ, લોટ અને લોટની બનાવટોની કિંમતો વધશે.ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ઋઈઈં) નિયમિતપણે યોજના હેઠળ ઘઉંનું વેચાણ કરે છે જેથી પુરવઠામાં વધારો થાય અને ખાદ્ય અનાજ, ખાસ કરીને ઘઉં, બજારમાં પુષ્કળ પ્રમાણમાં મળે. . ઋઈઈંના આ પગલાને કારણે બજારમાં ઘઉંનો પુરવઠો ચાલુ રહે છે અને ભાવ પણ નિયંત્રણમાં
રહે છે.
ઋઈઈં પાસેથી એક વર્ષમાં સાતથી 80 લાખ ટન ઘઉં ઊંચા જથ્થામાં ખરીદવામાં આવે છે. જો કે, કેન્દ્રએ ચાલુ વર્ષમાં ઘઉં માટે ઓપન માર્કેટ સેલ સ્કીમ (ઘખજજ) જાહેર કરી નથી, જેના કારણે કંપનીઓ ફુગાવો અને અછતની ચિંતામાં છે.