છત્તીસગઢ ચુંટણીને લઇને પ્રચાર છેલ્લા તબક્કામાં ચાલી રહ્યો છે. પ્રચાર માટે બધા રાજનૈતિક પાર્ટીઓ જીતવા માટે પોતાનું જોર લગાવી રહી છે. આજ રોજ વડાપ્રધાન મોદી દુર્ગ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ સભાને સંબોધિત કરતાં કહ્યું કે, કોંગ્રેસ પર હુમલો બોલીને બે દિવસ પહેલા જ મોટી રેડ પાડી છે. કોંગ્રેસના નેતાઓ પૈસા લૂંટીને પોતાના ઘર ભરી રહ્યા છે. છત્તીસગઢ સરકાર લોકોનો વિશ્વાસ તોડી રહી છે. તેમણે મહાદેવના નામને પણ છોડયું નથી.
છત્તીસગઢને લૂંટવા માટે કોંગ્રેસે કોઇ કસર છોડી નથી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2,000 કરોડ રૂપિયાનું દારૂ કૌભાંડ, 500 કરોડનું સિમેન્ટ કૌભાંડ, અને 5,000 કરોડ રૂપિયાનું ચોખાનું કૌભાંડ, 1,300 કરોડ રૂપિયાના ગૌઠાન કૌભાંડ, 700 કરોડ રૂપિયાના DMF કૌભાંડ. છત્તીસગઢને લૂંટવા માટે કોંગ્રેસ કોઇ પણ અવસર છોડતી નથી. પરંતુ હું તમને વિશ્વાસ આપું છું કે, રાજ્યમાં ભાજપ સરકાર બનાવ્યા પછી આ કૌભાંડની કડક રીતે તપાસ કરશું, તેમજ તમારા પૈસા લૂંટનારને જેલ મોકલવામાં આવશે.
- Advertisement -
#WATCH | Chhattisgarh elections | In Durg, PM Narendra Modi says, "It is the track record of BJP that we do what we say. Chhattisgarh was formed by the BJP and I give you a guarantee that BJP will shape Chhattisgarh. But Congress party's 'jhooth ka pulinda' is standing before… pic.twitter.com/9TXxLsdPOw
— ANI (@ANI) November 4, 2023
- Advertisement -
છત્તીસગઢની સરકારે તમારો વિશ્વાસ તોડયો
તેમણે વધુમાં કહ્યું કે, છત્તીસગઢની ભ્રષ્ટ સરકારે એક પછી એક કૌભાંડ કરીને તમારો વિશ્વાસ તોડયો છે. PCS અને મહાદેવ એપ કૌભાંડ અત્યારે ચર્ચામાં છે, કોંગ્રેસ સરકારના રિપોર્ટ કાર્ડમાં કૌભાંડ ઓછા નથી.
PM Modi says, "Congress abuses Modi day and night. But the CM has now started abusing the country's investigation agencies too. But I would like to tell the people of Chhattisgarh that Modi is not scared of abuses. You sent Modi to Delhi to deal with the corrupt." pic.twitter.com/grXqO6BPDO
— ANI (@ANI) November 4, 2023
એક-એક રૂપિયાનો હિસાબ લેવામાં આવશે
તેમણે કહ્યું કે, કોંગ્રેસે છત્તીસગઢના ગરીબોને લૂંટયા છે, જેના પર કાર્યવાહી થઇને રહેશે. તેનો એક-એક રૂપિયાનો હિસાબ કરવામાં આવશે. મોદીને તો કોંગ્રેસ દિવસ-રાત ગાળો આપે છે. પરંતુ અહિંયાના મુખ્યમંત્રી હવે દેશના સુરક્ષા દળો અને તપાસ એજન્સીઓને ગાળો આપે છે. હું છત્તીસગઢને ભાઇ-બહેનોને કહેવા માંગું છું કે, હું મોદી છું, ગાળોથી ડરતો નથી. ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરવા માટે તમે મોદીને દિલ્હી મોકલ્યા છે.
#WATCH | Chhattisgarh elections | In Durg, PM Modi says, "Congress party's Chhattisgarh Govt is leaving no opportunity to loot you. They did not leave even the name of 'Mahadev.' Two days back, a big operation took place in Raipur. Huge cache of currency notes was found. People… pic.twitter.com/eeLhIsjjC5
— ANI (@ANI) November 4, 2023
ભાજપનો ટ્રેક રેકોર્ડ છે કે જે કહે છે એ કરો છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું છત્તીસગઢ ભાજપની સમગ્ર ટીમને અભિનંદન આપું છું કે, તેમણે પોતાના સપનાઓ સાચા કરવા માટે સંકલ્પ પત્ર કાલે જ જાહેર કર્યો છે. આ સંકલ્પ પત્રમાં છત્તીસગઢની માતાઓ-બહેનો, તેમજ યુવાઓ અને ખેડૂતોને સૌથી મોટી પાર્થમિકતા આપવામાં આવી છે. ભાજપનો ટ્રેક રેકોર્ડ છે કે, જે કહે છે, તે કરીને જ રહે છે.