સોના-ચાંદીથી લઈને વાહનની ખરીદી કરવામાં આવે છે. ધનતેરસના દિવસે ખરીદી કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે. આ દિવસે સાવરણી ખરીદવાનું વિધાન છે, જેથી લક્ષ્મી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
આ વર્ષે 10 નવેમ્બરના રોજ ધનતેરસ છે. ધનતેરસના દિવસે ધનવંતરીની સાથે સાથે કુબેરજી અને લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ખરીદી કરવી તે શુભ માનવામાં આવે છે. સોના-ચાંદીથી લઈને વાહનની ખરીદી કરવામાં આવે છે. ધન તેરસના દિવસે ખરીદી કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે. આ દિવસે સાવરણી ખરીદવાનું વિધાન છે, જેથી લક્ષ્મી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
- Advertisement -
ધનતેરસના દિવસે જે પણ વસ્તુની ખરીદી કરવામાં આવે તેની દિવાળીના દિવસે પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીના સિક્કા ખરીદી રહ્યા છો, તો દિવાળીના દિવસે આ સિક્કાથી ઉપાય જરૂરથી કરવા જોઈએ. આ ઉપાય કરવાથી ધન અને કારોબારમાં તેજીથી વૃદ્ધિ થાય છે.
ધનતેરસના દિવસે સોના-ચાંદીના સિક્કાના કરો આ ઉપાય
બિઝનેસ અને ઘરમાં આર્થિક વૃદ્ધિ કરવા માંગો છો, તો દિવાળીની રાત્રે લક્ષ્મી માતાની પૂજાના સમયે અડધી વાટકી ચોખા લો. ધનતેરસના દિવસે જે સિક્કો ખરીદ્યો હતો, તે ચોખા પર રાખો અને વાટકીથી ઢાંકી દો. હવે લક્ષ્મી માતા સામે દીવો કરો અને તે દીવો વાટકી પર મુકી દો. સિક્કા પર રાખેલ વાટકી ભાઈબીજના દિવસે હટાવવી. ભાઈબીજના દિવસે આ વાટકી હટાવીને તેમાંથી સિક્કો લઈને તે તિજોરીમાં મુકી દો. હવે તો ચોખા લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આ પ્રકારે કરવાથી ઘર અને બિઝનેસમાં નાણાંકીય વૃદ્ધિ થશે.
- Advertisement -
દિવાળી 2023 કેલેન્ડર
ધનતેરસ- 10 નવેમ્બર 2023
કાળી ચૌદશ- 12 નવેમ્બર 2023
દિવાળી- 12 નવેમ્બર 2023
ગોવર્ધન પૂજા- 14 નવેમ્બર 2023
ભાઈબીજ- 15 નવેમ્બર 2023